- ચૂંટણીની તારીખ જાહેર થતા અમિત શાહે કર્યું ટ્વિટ
- 'વન્સ અગેન મોદી સરકાર' હેશટેગ સાથે પોસ્ટ કર્યું
- "એવા નેતૃત્વને તમારો મત આપો કે જેની પાસે કામનો ટ્રેક રેકોર્ડ હોય"
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના તમામ મતદારોને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા અને એવા નેતૃત્વને મત આપવા અપીલ કરી કે જે ભારતને વિકસિત બનાવવાનું વિઝન ધરાવે છે. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પર 'વન્સ અગેન મોદી સરકાર' હેશટેગ સાથે પોસ્ટ કર્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે ચૂંટણી એ મહાપર્વ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં દેશે સુશાસન, સુરક્ષા, તમામ વર્ગોના કલ્યાણ અને સાંસ્કૃતિક વારસાના પુનઃનિર્માણનો ઐતિહાસિક દાયકા જોયો છે. ભારતની વિકાસયાત્રાની ગતિ જાળવી રાખવા માટે, એવા નેતૃત્વને તમારો મત આપો કે જેની પાસે કામનો ટ્રેક રેકોર્ડ હોય અને ભારતને વિકસિત બનાવવાનું વિઝન હોય.













