- મેડિકલ ટીમો દ્વારા વિસ્તારમાં તપાસ શરૂ
- કોલેરાગ્રસ્ત કલોલની મહિલા ડિસ્ચાર્જ કરાઇ
- દહેગામ, મોટી સિહોલીના વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોને કોલેરાગ્રહત જાહેર કરાયા છે. જેમાં ચાર સ્થળો પર પાંચ કોલેરાના કેસ સામે આવ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તેમાં દહેગામ,મોટી સિહોલી,પેથાપુર તથા કલોલના વિસ્તારો જાહેર થયા છે. દહેગામના ખારા વિસ્તાર, કલોલના રામદેવપુરા વાસ ગાયનો ટેકરો, મોટી શિહોલી પેથાપુરના વણકર વાસમાં કોલેરાના કેસ સામે આવ્યા છે.
ગાંધીનગરમાં કોલેરા કેસો સંદર્ભે અમિત શાહે નોંધ લીધી
ગાંધીનગરમાં કોલેરા કેસો સંદર્ભે અમિત શાહે નોંધ લીધી છે. જેમાં ગાંધીનગર લોકસભાના સાંસદ તરીકે અમિત શાહે કલેકટર સાથે વાતચીત કરી છે. તેમાં કોલેરાને નાથવા તાત્કાલિક પગલા લેવા સુચના આપી છે. કોલેરાને નાથવા સાથે સારવારની યોગય વ્યવસ્થા માટે સુચના પણ આપી છે.
કોલેરાગ્રસ્ત કલોલની મહિલા ડિસ્ચાર્જ કરાઇ
ચારેય વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા છે. કોલેરાગ્રસ્ત કલોલની મહિલા ડિસ્ચાર્જ કરાઇ છે. જ્યારે બાકીના કેસોની સારવાર ચાલી રહી છે. કોલેરાગ્રસ્ત જાહેર થયેલા વિસ્તારોમાં નોનવેજની દૂકાનો, શેરડીના રસ, કેરીના રસની દુકાનો બંધ રખાઇ છે. તેમજ મેડિકલ ટીમો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તપાસ શરૂ કરાઇ છે. ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા કોલેરાગ્રસ્ક વિસ્તારો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં દેહગામનો અર્બન વિસ્તાર એસટી ડેપોથી બે કિલોમીટરનો વિસ્તારનો સમાવેશ ખાય છે. ત્યારબાદ ચિલોડા સિહોલી જીઈબી રોડ વિસ્તારથી છાપરા સુધીના બે કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.
2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાના ઝપેટમાં આવ્યો
આ સિવાય કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરાથી 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાના ઝપેટમાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ વિસ્તારથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. આ ચારેય વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા છે.