- દૂષિત પાણીને કારણે બેંગ્લુરુમાં પાણીજન્ય રોગો વધ્યા
- કોલેરાના કેસમાં 50 ટકાનો વધારો થયાની પ્રાથમિક વિગત
- પાણીપુરી, સ્ટ્રીટ અને પ્રોસેસ્ડ ફૂડ કોલેરા પાછળનું મુખ્ય કારણ
બેંગ્લુરુમાં દૂષિત પાણીને કારણે કોલેરાના કેસમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગી સર્જાઇ છે, તેવામાં બેંગ્લોરના મલ્લેશ્વરમ વિસ્તારમાં કોલેરાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. કોલેરાના કેસમાં વધારો થતાં ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે.
દૂષિત પાણી પીવાના કારણે કોલેરાના કેસમાં વધારો
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મત મુજબ, બેંગલુરુમાં કોલેરાના કેસ વધવા પાછળ દૂષિત પાણી પીવું એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. બેંગ્લુરુમાં કોલેરાના કેસમાં 50 ટકાનો વધારો થયો છે. માર્ચમાં કોલેરાના 6, 7 નવા કેસની પુષ્ટિ થઈ હતી. બેંગુલોરુ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ ડૉ. રમેશ GHએ પણ કહ્યું છે કે, પાણીપુરી, સ્ટ્રીટ અને પ્રોસેસ્ડ ફૂડ કોલેરા પાછળનું મુખ્ય કારણ છે. કોલેરાના કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું સંતુલન પણ બગડી શકે છે. જેના કારણે લોકોના સ્વાસ્થય પર અસર વર્તાઇ રહી છે.
બેંગલુરુમાં પાણીજન્ય રોગો વધ્યા
બેંગલુરુના સલાહકાર મેડિકલ ગેસટ્રોએન્ટેરોલૉજ શ્રીહરિ ડીને જણાવ્યું હતું કે, શહેરમાં હાલના દિવસોમાં કોલેરાના કેસોમાં 50%ની વૃદ્ધિ નોંધવામાં આવી છે, સરેરાશ પ્રતિ દિવસ ઓછામાં ઓછો 20 કેસ છે. ખરાબ સ્વચ્છતા અને દૂષિત જળ સ્ત્રોત શહેરમાં કોલેરાના કેસમાં વધારો થવાના પ્રાથમિક કારણ છે. શહેરની ઘણી ખાનગી હોસ્પિટલોમાં, સામાન્ય રીતે દર મહિને કોલેરાના માત્ર એક કે બે કેસ નોંધાય છે, પરંતુ માર્ચ દરમિયાન એક પખવાડિયા કરતાં ઓછા સમયમાં છ કે સાત કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો.
આરોગ્ય નિષ્ણાતો કોલેરાના કેસોમાં આ વધારો થવાનું કારણ નાના પાયાના ખાણીપીણી સ્ટોલમાંથી ખાધા પછી ચેપ લાગતા હોવાનું જણાય છે. પાણીની તીવ્ર અછતથી પ્રભાવિત આ યુનિયો પાણીની ગુણવત્તા સાથે કોમ્પ્રોમાઈઝ કરે છે, જેના કારણે પાણીજન્ય રોગો ફેલાય છે.