- અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસ
- વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ચીન પર કર્યા પ્રહાર
- "કાલ્પનિક શહેરના નામ રાખવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં"
ભારત સરકારે અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે નામ બદલવાનો પ્રયાસ એ વાતને નકારી શકે નહીં કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને રહેશે.
કાલ્પનિક શહેરના નામ રાખવા પર ભારતે ચીનને આપ્યો સણસણ તો જવાબ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, અમે વારંવાર આ મુદ્દા પર વાત કરી છે. અમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં કેટલાક નિવેદનો આપ્યા છે. અમે અમારા નિવેદનને પુનરાવર્તિત કર્યું છે. કેટલાક નામ લઈને વાસ્તવિકતા ન બદલો. આ વાસ્તવિકતા છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન, અવિભાજ્ય ભાગ છે અને તે આમ જ રહેશે. તમને જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરવાની સાથે જ ચીને ભારતના વિવિધ રાજ્યોના 30 નવા નામોની ચોથી યાદી બહાર પાડી હતી. જે બાદ ભારતે કહ્યું કે, આ રાજ્ય દેશનો અભિન્ન અંગ છે અને આ કાલ્પનિક નામ રાખવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં.
ચીનના વારંવારના દાવાઓને હાસ્યાસ્પદ ગણાવ્યો
23 માર્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે અરુણાચલ પ્રદેશ પર ચીનના વારંવારના દાવાઓને હાસ્યાસ્પદ ગણાવીને ફગાવી દીધા હતા. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આ સરહદી રાજ્ય ભારતનો કુદરતી ભાગ છે. આ સિવાય ચીને પણ આ મુદ્દે અમેરિકા સાથે ટકોર કરી છે. ત્યાર બાદ 2 એપ્રિલે, વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં 30 સ્થાનોના નામ બદલવાનો યોગ્ય જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ભવિષ્યમાં પણ ભારતીય રાજ્ય હતું, છે અને રહેશે. જયશંકરે કહ્યું હતું કે નામ બદલવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. જો હું તમારા ઘરનું નામ બદલીશ, તો શું તે મારું થઈ જશે? અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું, છે અને રહેશે. નામ બદલવાથી કંઈ પોતાનું થતું નથી અને તેની કોઈ અસર થતી નથી. તમે બધા જાણો કે અમારી સેના ત્યાં તૈનાત છે. સેનાના લોકો જાણે છે કે તેઓએ ત્યાં શું કરવાનું છે.