• ભારતમાં ઘૂસણખોરીનો પાકિસ્તાનનો નાકામ પ્રયાસ
  • નેપાળ બોર્ડર પરથી 3 આતંકવાદીઓ ઝડપાયા
  • 2 પાકિસ્તાની અને એક કાશ્મીરી હોવાની વિગત

ભારતમાં ઘૂસણખોરી કરવીએ પાકિસ્તાનની નાપાક હરક સૌ કોઇ જાણે છે. ઇન્ડિયન આર્મીએ અનેકવાર પાકિસ્તાન આતંકી પ્રવૃતિ માટે ભારતમાં ઘૂસણખોરી કરવાનો નાકામ પ્રયાસો કરે છે. તેવામાં ભારત નેપાળ બોર્ડર પરથી 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી 2 પાકિસ્તાનના રહેવાસી છે.

UP ATSએ સનૌલી ભારત-નેપાળ બોર્ડર પરથી 3 આતંકીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આતંકવાદીઓમાંથી 2 પાકિસ્તાની અને એક કાશ્મીરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ATS દ્વારા ધરપકડ કરાયેલા પાકિસ્તાની આતંકવાદીઓના નામ મોહમ્મદ અલ્તાફ અને સૈયદ ગઝનફર છે. તેની સાથે કાશ્મીર સાથે સંબંધ ધરાવતા આતંકવાદી નાસિર અલીની પણ ધરપકડ કરવામાં આવી છે. UP ATSએ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અલ્તાફે હિઝબુલ મુજાહિદ્દીનના કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે. જ્યારે ATSએ આ ત્રણેયને પકડ્યા ત્યારે તેઓએ પોતાને ભારતીય તરીકે બતાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.આ ત્રણેય આતંકવાદીઓએ નકલી આધાર કાર્ડ દ્વારા પોતાને ભારતીય સાબિત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, જ્યારે તેમના સામાનની તપાસ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી પાકિસ્તાની ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ફ્લાઈટ ટિકિટ પણ મળી આવી હતી.

  • Follow us on: