• પટનાના પાટલીપુત્ર સ્ટેશન નજીક દરોડો
  • 2000ની નોટોની હેરાફેરીમાં 12 આરોપી ઝડપાયા
  • પોલીસે કુલ 9 લાખ 74 હજાર રૂપિયા કર્યા જપ્ત

લખનૌ મિલિટરી ઈન્ટેલિજન્સ ટીમે પટનાના પાટલીપુત્ર સ્ટેશન પાસે દરોડો પાડ્યા હતા. દરોડા દરમિયાન 9 લાખ 74 હજાર રૂપિયાની કિંમતના 2000 રૂપિયા રિકવર કર્યા. સમગ્ર મામલે 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રૂ.2000ની નોટોની અદલા-બદલીનો ભાંડો ફૂટ્યો

ગુપ્ત માહિતીના આધારે લખનૌની મિલિટરી ઈન્ટેલિજન્સ ટીમે પાટલીપુત્ર જંકશન પાસે હેરિટેજ એપાર્ટમેન્ટના રૂમ નંબર 208 પર દરોડો પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી જથ્થા બંધ રૂ. 2000ની નોટો જે કુલ 9 લાખ 74 હજાર રૂપિયા મળી આવ્યા હતા. વિનિમય કરવાના કૌભાંડ મામલે  FIR નોંધીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

2016માં લાગુ કરવામાં આવ્યું હતું ડિમોનેટાઈઝેશન

વર્ષ 2016માં મોદી સરકારે ડિમોનેટાઈઝેશન લાગુ કર્યું હતું. ત્યારબાદ જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે ફરીથી નોટો છાપવાનું શરૂ થયું ત્યારે 2000 રૂપિયાની નોટો છાપવામાં આવી. પરંતુ ગયા વર્ષે, 19 મે, 2023 ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે દેશની સૌથી મોટી ચલણ, રૂ. 2000 ની નોટોને ડિમોનેટાઇઝ કરી હતી અને તેને ચલણમાંથી બહાર કાઢી હતી. પરંતુ તે પહેલા સરકારે બેંકો દ્વારા આ નોટોનું સરક્યુલેશન બંધ કરી દીધું હતું.

  • Follow us on: