યુવાનો માટે આદર્શરૂપ અને પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની ૧૬૨ મી જન્મજયંતી 'રાષ્ટ્રીય યુવા દિવસ' અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદજીના તૈલચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ મુખ્યમંત્રી સાથે સ્વામી વિવેકાનંદજીને ભાવાંજલિ આપવામાં જોડાયા હતા.














