• કન્યાકુમારીમાં પીએમ મોદી કરી શકે છે રાત્રિ રોકાણ
  • 30મેના રોજ પીએમ મોદી જઇ શકે છે કન્યાકુમારી
  • 30મે સાંજે પ્રચાર પડઘમ થઇ જશે શાંત

લોકસભાની ચૂંટણીનું અંતિમ અને સાતમા તબક્કાનું 1 જૂને મતદાન થવાનું છે. અંતિમ તબક્કાની ચૂંટણી માટે 30 મેના રોજ સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. ત્યારે સૂત્રોની જો માનીએ તો પીએમ મોદી 30મેની રાતે કન્યાકુમારી જશે.

30મેએ પ્રચાર પડઘમ થશે શાંત

મહત્વનું છે કે પીએમ મોદી 30મેના રોજ પીએમ મોદીની પંજાબમાં રેલી છે.તેઓ હોશિયારપુરમાં ચૂંટણી જનસભા સંબોધિત કરશે. જે બાદ પીએમ મોદી તમિલનાડુના પ્રવાસે જશે. જ્યાં તેઓ રાત્રિ રોકાણ પણ કરશે. જો કે 31મે અને 1 જૂનનો કોઇ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ કન્યાકુમારીમાં પીએમ મોદી સ્વામી વિવેકાનંદ રૉક મેમોરિયલ ખાતે ધ્યાન કરી શકે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ એજ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે  ધ્યાન કર્યું હતું.

2019માં કેદારનાથ..

મહત્વનું છે કે PM મોદીએ 2019ની ચૂંટણીમાં છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન કેદારનાથ ગયા હતા, જ્યાં તેમણે રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું હતું. 18 મે, 2019 ના રોજ લોકસભા ચૂંટણી પ્રચાર સમાપ્ત થયાના બીજા દિવસે પીએમ મોદી કેદારનાથની રુદ્ર ગુફામાં ગયા હતા. જ્યાં તેઓ લગભગ 17 કલાક સુધી ગુફામાં રહ્યા હતા.

કન્યાકુમારી જ કેમ ?

સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા માટે 1893 માં શિકાગો ગયા હતા. અહીં તેમણે એ ભાષણ આપ્યું હતું, જેનો પડઘો આખી દુનિયામાં સંભળાયો હતો. આજે પણ તેમના ભાષણની ચર્ચા થાય છે. એવું કહેવાય છે કે તે પ્રવાસ પહેલા તેઓ 24 ડિસેમ્બર 1892ના રોજ કન્યાકુમારીની મુલાકાતે ગયા હતા. અહીં દરિયા કિનારેથી લગભગ 500 મીટર દૂર તેમણે પાણીની વચ્ચે એક વિશાળ પથ્થર જોયો. તેઓ તરીને ત્યાં પહોંચ્યા અને ત્યાં જઇને  ધ્યાન માં મગ્ન થઈ ગયા.. અંતે તેમણે પોતાના જીવનનું લક્ષ્ય અને તેને પરિપૂર્ણ કરવા માટે જરૂરી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નરેન્દ્ર વિવેકાનંદ બની ગયા. સ્વામી વિવેકાનંદે અહીં જ તપસ્યા કરી અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.

કેમ ખાસ છે આ જગ્યા ?

વર્ષ 1970 માં પથ્થરની નજીક સ્વામી વિવેકાનંદને સમર્પિત એક ભવ્ય સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. જેમાં ચાર મંડપ છે. આ મંદિરનું આર્કિટેક્ચર ડીટેઇલ એન્ટિક સ્ટાઇલનું છે. આ 70 ફૂટ ઊંચો ગુંબજ લાલ અને વાદળી ગ્રેનાઈટથી બનેલો છે. આ જગ્યા 6 એકરમાં ફેલાયેલી છે. અહીં 4 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર સ્વામી વિવેકાનંદની મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. કાંસાની બનેલી આ પ્રતિમાની ઉંચાઈ લગભગ સાડા આઠ ફૂટ છે. માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતીએ પણ આ સ્થાન પર બેસીને ભગવાન શિવની રાહ જોઇ હતી.આ સ્થાન ભારતનો દક્ષિણ છેડો છે.આ ઉપરાંત આ સ્થાન હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ પણ છે.


  • Follow us on: