રામનવમીના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર સ્થિત શ્રીરામજી મંદિરે પ્રભુ શ્રી રામચંદ્રજી અને સીતામાતાનાં દર્શન કર્યાં હતા. મુખ્યમંત્રીએ આરતી ઉતારીને સૌના કલ્યાણ તેમજ સમૃદ્ધિ શાંતિ સાથે રાજ્યની ઉન્નતિની પ્રભુ પ્રાર્થના કરી હતી તેમજ ઉપસ્થિતો સહિત સૌને રામનવમીની શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી તથા સ્થાનિક કાઉન્સિલરો અને બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
IFFCOના કાર્યક્રમમાં પણ સીએમ રહ્યાં હાજર













