રાજ્યમાં દર માસે તાલુકા તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાય છે. સરકાર અને જનતા વચ્ચે સીધા સંવાદ દ્વારા નાગરિકોના વિવિધ પ્રશ્નોનું સુખદ સમાધાન તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે.


જિલ્લાના વર્ગ-૧ના સિનિયર અધિકારીઓને નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપી

બનાસકાંઠા જિલ્લામાં દર માસના ચોથા બુધવારે તાલુકા સ્વાગત તથા દર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવી શકાય તે માટે રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જિલ્લાના વર્ગ-૧ના સિનિયર અધિકારીઓને નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપી છે.

અલગ-અલગ તાલુકામાં અધિક્ષકની નિમણૂંક કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં તાલુકા સ્વાગતના અસરકારક સંચાલન માટે એપ્રિલ ૨૦૨૫ થી ક્રમશ માર્ચ ૨૦૨૬ સુધી વડગામ, પાલનપુર, અમીરગઢ, દાંતા, વાવ, દાંતીવાડા, થરાદ, દિયોદર, લાખણી, ભાભર, સુઈગામ અને ડીસા તાલુકા માટે જિલ્લા વિકાસ અધિકારીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે દિયોદર, લાખણી, ભાભર, સુઈગામ, ડીસા, કાંકરેજ, ધાનેરા, વડગામ, પાલનપુર, અમીરગઢ, દાંતા, દાંતીવાડામાં પોલીસ અધિક્ષક બનાસકાંઠાની નિમણૂક કરવામાં આવી છે.

સ્વાગત કાર્યક્રમનું સંચાલન કરવા માટે નિમણૂક કરાઈ છે

આ સાથે પાલનપુર માટે પ્રાંત અધિકારી પાલનપુર, ડીસા માટે પ્રાંત અધિકારી ડીસા, વડગામ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), દાંતા માટે પ્રાંત અધિકારી દાંતા, અમીરગઢ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત), દાંતીવાડા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ), થરાદ, દિયોદર, સુઈગામ અને ધાનેરા તાલુકામાં જે તે વિસ્તારના પ્રાંત અધિકારીઓ, કાંકરેજ માટે જિલ્લા પુરવઠા અધિકારી, વાવ માટે જિલ્લા આયોજન અધિકારી, ભાભર માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તથા લાખણી માટે નાયબ નિયામક, કૃષિ (વિસ્તરણ)ની તાલુકા સ્વાગત કાર્યક્રમનું સંચાલન કરવા માટે નિમણૂક કરાઈ છે તેમ કલેકટર કચેરી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. 

  • Follow us on: