• રૂપાલા સામે ચોક્કસ સમાજ વિશો નિવેદનને લઇ ફરિયાદ
  • મનસુખ માંડવીયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
  • જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી

રાજ્યમાં લોકસભા ચૂંટણી અંગે તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ બે ઉમેદવારો દ્વારા આચારસંહિતા ભંગ કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે હવે ચૂંટણી પંચે જીલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી આપી છે.

એક તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભાજપના બે ઉમેદવારોની જાહેર સભા મુદ્દે વિવાદ સામે આવ્યો છે. જે દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈ ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.

જાણો શું ચે સમગ્ર મામલો

આ સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા જે તે જીલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી આપી છે. પરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરષોત્તમ રૂપાલાનાં ચોક્કસ સમાજ બાબતે કરેલા નિવેદનને લઈ ફરિયાદ કરવામાં આવી છે. મનસુખ માંડવિયાએ સહકારી બિલ્ડીંગમાં કરેલી સભા મુદ્દે ફરિયાદ કરી છે.

ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી આપી છે. આ મામલે સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ ફરિયાદ સબંધે કાર્યવાહી કરશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા આગળની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

  • Follow us on: