- કંપનીના 7 ડિરેકટરો અને 4 એન્જિ. સામે ફરિયાદ
- પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
- 304 અને 114ની કલમ હેઠળ નોંધાઈ ફરિયાદ
પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મુદ્દે દિયોદર DYSP ડી.ટી.ગોહિલને તપાસ સોંપાઈ છે. જેમાં જીપીસી કન્સ્ટ્રકશનના 7 ડાયરેક્ટર સામે ફરિયાદ કરવામાં આવી છે. કંપનીના 7 ડિરેકટરો અને 4 એન્જિનીયર સામે ફરિયાદ થઇ છે. પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
304 અને 114ની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ
ઉલ્લેખનીય છે કે 304 અને 114ની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પાલનપુરમાં આરટીઓ સર્કલ બ્રિજના સ્લેબ તૂટવાના મામલે કંપનીના 7 ડિરેકટરો સહીત 4 એન્જિનીયરો સામે ફરિયાદ નોંધાઈ રહી છે. સમગ્ર મામલાને લઈ પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમે તપાસ કરી છે. તેમજ આર એન્ડ બી વિભાગની ટીમ રિપોર્ટ સરકારને સોંપશે.
ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમે તપાસ કરી
પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તુટવાના કેસમાં ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમે તપાસ કરી છે. જેમાં મોડી રાત્રે ટીમોએ તપાસ હાથ ધરી હતી. બ્રિજ તુટવાના કારણો અંગે તપાસ કરાઇઆર એન્ડ બી વિભાગની ટીમ રિપોર્ટ સરકારને સોંપશે. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પર નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાઈ થયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. આ સમગ્ર ઘટના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે અને તાપસનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે.
અધિક્ષક ઇજનેર દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશો કર્યા છે. આ અધિક્ષક ઇજનેરઓ પાલનપુર જવા રવાના થયા છે અને સ્થળ તપાસ કરીને દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે.
ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ
રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.