રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 170 કેસ નોંધાયા છે. તો હાલ 717 એક્ટિવ કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને 694 દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોના કેસમાં થઇ રહેલો વધારો સરકારની ચિંતા વધારી રહ્યુ છે. સરકારે ગાઇડ લાઇન બહાર પાડી છે. જેને અનુસરવા માટે જનતાને અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો
રાજ્યમાં કોરોનાના પગ પેસારાએ ચિંતા વધારી છે. રાજ્યના વિવિધ શહેરોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 100ને પાર થતા જનતામાં ચિંતાની લહેર જોઇ શકાય છે. રાજ્યમાં કોરોના બ્લાસ્ટ થતા હૉસ્પિટલો અને દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. અમદાવાદમાં 5 તબીબો પણ કોરોના સંક્રમણમાં આવ્યા છે. તો સુરતમાં 7 કેસ હૉસ્પિટલ ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ કોરોનાના દર્દીઓ અને તેમની સારવાર કરી રહેલા તબીબોની સ્થિતિ ગંભીર છે.
23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
જ્યાં એક તરફ 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો 694 જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ કોરોના લહેરને પહોંચી વળવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરુરી છે. સરકારે બહાર પાડેલી ગાઇડલાઇનના નિયમો પાળવા માટે જનતાને ખાસ સૂચન કરવામાં આવ્યુ છે. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી કરીલ શકાય.