• નવરંગપુરા, થલતેજ, ગોતા અને મણિનગરમાં 5 કેસ નોંધાયા
  • અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 22 થયા
  • જ્યારે 21 દર્દી હોમ આઇસોલેશનમાં રખાયા

રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 5 કેસ નોંધાયા છે. જેમાં ખાસ કરીને નવરંગપુરા, થલતેજ, ગોતા અને મણિનગરમાં કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે.

દેશમાં જેમ જેમ શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે તેમ તેમ રોગચાળાએ માથું ઉચક્યું છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં કોરોનાના 5 કેસ નોંધાયા છે. જેમાં ખાસ કરીને નવરંગપુરા, થલતેજ, ગોતા અને મણિનગરમાં ત્રણ પુરુષ અને 1 મહિલા કોરોના પોઝીટીવ આવ્યા છે. શહેરમાં કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 22 થઇ છે. જ્યારે 21 દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

અગાઉ દક્ષિણ ભારતની યાત્રા બાદ કોરોનામાં સપડાયેલા ગાંધીનગરનાં પાંચેય દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે તબીબો દ્વારા આ દર્દીને નવો જેએન.વન સબ વેરીયન્ટ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઘણા દર્દીઓને લક્ષણો નથી તેમ છતા તેઓ કોરોનાગ્રસ્ત થયા છે તથા તમામ દર્દીઓને કેરળ કનેક્શન છે જેથી કોરોનાના એમિક્રોન વેરિયન્ટનો જેએન.વન સબ વેરિયન્ટ હોવાની શક્યતા વધી જાય છે.


  • Follow us on: