રાજકોટ શહેરમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે જેમાં ગઈકાલે કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે, રાજ્યમાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે, તો રાજકોટ સિવિલમાં ખાસ આઇસોલેશન વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે, કોરોના સબંધિત દવા, ઓક્સિજન સિલિન્ડર કાર્યરત છે તેમજ ટેસ્ટિંગ કીટ અને લેબ કાર્યરત કરી દેવામાં આવી છે, કોરોનાના લક્ષણ દેખાય તો આરોગ્ય વિભાગને સંપર્ક કરવા તાકીદ કરવામાં આવી છે.


અમદાવાદ શહેરમાં કોરોનાના 7 કેસ નોંધાયા છે

અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. શહેરમાં 7 કોરોા પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે. કૂલ 4 પુરુષ અને 3 મહિલા કોરોના પોઝિટિવ છે. હાલમાં તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એક સાથે 7 કેસ શહેરમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતામાં છે અને એક્શન મોડમાં આવીને કામગીરી શરૂ કરી દીધી છે.

દેશભરમાં કોરોનાના 257 કેસ, સૌથી વધુ કેરળ અને મહારાષ્ટ્રમાં

દેશમાં ફરી એકવાર કોરોનાએ પગપેસારો કર્યો છે. દિવસ જાય તેમ ફરી કોરોનાના આંકડા વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોવિડ-19ના ઘણા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ અંગે અપડેટ આપી છે. 19મે સુધીમાં દેશમાં કોવિડના 257 એક્ટિવ કેસ નોંધાયા છે. ભારતની સાથે અન્ય દેશોમાં પણ કેસ વધવા લાગ્યા છે. એશિયામાં કોવિડ 19ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આમાંના મોટાભાગના કેસો JN1 પ્રકારના છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 12 મે સુધીમાં દેશમાં 164 કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે. કોવિડ 19 એ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ દસ્તક આપી છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ ઘણા કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે આ અંગે એલર્ટ આપ્યુ છે.

કોરોનાનો ખતરો કેટલો મોટો છે?

હાલ કોરોનાનુ આ રૂપ ભયંકર નથી પરંતુ વાયરસનું નવું સ્વરૂપ અને ઝડપથી વધી રહેલા કેસ સૂચવે છે કે સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે. આરોગ્ય એજન્સીઓ સતત દેખરેખ રાખી રહી છે અને લોકોને જરૂર પડે ત્યારે માસ્ક પહેરવા, હાથ ધોવા અને ભીડ ટાળવા જેવી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. બ્રિટનમાં મૃત્યુઆંકમાં વધારો અને એશિયામાં કેસોની વધતી સંખ્યા દર્શાવે છે કે સતર્ક રહેવાની જરૂરિયાત છે.

  • Follow us on: