અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. શહેરમાં 7 કોરોા પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે. કૂલ 4 પુરુષ અને 3 મહિલા કોરોના પોઝિટિવ છે. હાલમાં તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એક સાથે 7 કેસ શહેરમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતામાં છે અને એક્શન મોડમાં આવીને કામગીરી શરૂ કરી દીધી છે.
દેશભરમાં કોરોનાના 257 કેસ, સૌથી વધુ કેરળ અને મહારાષ્ટ્રમાં
દેશમાં ફરી એકવાર કોરોનાએ પગપેસારો કર્યો છે. દિવસ જાય તેમ ફરી કોરોનાના આંકડા વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોવિડ-19ના ઘણા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ અંગે અપડેટ આપી છે. 19મે સુધીમાં દેશમાં કોવિડના 257 એક્ટિવ કેસ નોંધાયા છે. ભારતની સાથે અન્ય દેશોમાં પણ કેસ વધવા લાગ્યા છે. એશિયામાં કોવિડ 19ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આમાંના મોટાભાગના કેસો JN1 પ્રકારના છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 12 મે સુધીમાં દેશમાં 164 કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે. કોવિડ 19 એ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ દસ્તક આપી છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ ઘણા કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે આ અંગે એલર્ટ આપ્યુ છે.
હોંગકોંગમાં 31 કેસ નોંધાયા
એશિયાના ઘણા દેશોમાં કોવિડે ફરી એકવાર દસ્તક આપી છે. નેશન થાઇલેન્ડ અનુસાર, 3 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન હોંગકોંગમાં 31 કેસ નોંધાયા હતા. સિંગાપોરમાં, 27 એપ્રિલથી 3 મે સુધીના સપ્તાહમાં કોવિડ-19 કેસોની અંદાજિત સંખ્યા 14,200 હતી, જે પાછલા અઠવાડિયાના આંકડા કરતા વધારે હતી. ગયા અઠવાડિયે 11,100 કેસ નોંધાયા હતા.