કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાત ધરાવતા પરિવારોને નજીવા દરે અથવા તો મફતમાં રાશન આપવામાં આવે છે. જેના માટે રેશનકાર્ડમાં સરકારે કેટલાક માપદંડો નક્કી કર્યાં છે. રાશન કાર્ડ EKYC કરાવવું જરુરી છે. જો રાશન કાર્ડ EKYC નહીં કરાવ્યું હોય તો રાશન મળતું બંધ થઈ જશે. જે અંતર્ગત ગુજરાતમાં પણ હાલ આ માટેની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદમાં રેશનકાર્ડમાં KYCન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.


KYC કરાવ્યા બાદ રેશનકાર્ડ 24 કલાકમાં ફરી કાર્યરત થશે

અમદાવાદમાં આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ ફૂડ કન્ટ્રોલરે કહ્યું હતું કે, અમદાવાદમાં રેશનકાર્ડનું KYC નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના 75 હજારથી વધુ કાર્ડ હોલ્ડ પર મુકી દેવાયા છે. હોલ્ડ પર મુકાયેલા રેશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે. અમદાવાદમાં 56 ટકા લાભાર્થીઓએ KYCની કામગીરી પૂર્ણ કરી છે. KYC કરાવ્યા બાદ રેશનકાર્ડ 24 કલાકમાં ફરી કાર્યરત થશે.

ઈકેવાયસી ફરજિયાત કર્યું હોવા છતાં અનેક લોકોએ પૂર્ણ નથી કર્યું

કેન્દ્ર સરકારે રેશનકાર્ડમાં ઈકેવાયસી ફરજિયાત કર્યું હોવા છતાં અનેક લોકોએ હજી તે પૂર્ણ કર્યું નથી. જેના કારણે સરકારે ઈકેવાયસીની મુદ્તમાં વારંવાર વધારો કર્યો છે. જો કોઈ લાભાર્થીએ રેશનકાર્ડને ઈ-કેવાયસી સાથે જોડ્યું નહીં હોય તો તેનું રેશન કાર્ડ રદ થઈ જશે અને સરકારી અનાજ મળવાની સુવિધાથી વંચિત થશે. સરકારનું આ આકરૂ વલણ રેશન વિત્તરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો છે.


  • Follow us on: