• સુરતમાં સ્નેહમિલન સમારોહમાં સંબોધન

  • પાર્ટી કાર્યકર્તાઓને ટિકિટને લઈ આપી ચેતવણી
  • માઈનસ બુથ વાળાને ક્યારેય પાર્ટી ટિકિટનું નહીં વિચારે

સુરત ખાતે જીયાવ બુડિયામાં ભાજપનાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, 20 બેઠકો જીત્યા હોત તો કુલ 176 બેઠકો પર પહોંચી ગયા હોત. મહત્વનું છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેનો અત્યાર સુધીના ઈતિહાસનો સૌથી શ્રેષ્ઠ દેખાવ કરતા 156 સીટો પર જીત મેળવી હતી. ભાજપે અત્યાર સુધીનો કોંગ્રેસનો શ્રેષ્ઠ રેકોર્ડ માધવસિંહનો 149 બેઠકોનો હતો તેને પણ તોડી નાંખ્યો હતો.

મહત્વનું છે કે હવે દેશમાં 5 રાજ્યોની ચૂંટણી પૂર્ણતાના આરે છે અને દેશમાં ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષો આગામી લોકસભા ચૂંટણીને લઈને પોતપોતાની રણનીતિ અને હથિયારો સજી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સુરતનાં જીયાવ બુડિયામાં ખાતે ભાજપના એક સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં અમે 20 બેઠકો માત્ર થોડાક મતોના અંતરથી હાર્યા છીએ. જેમાં કોંગ્રેસના અમુક નેતાઓ જીતી ગયા. ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે જો આ 20 સીટો જીત્યા હોત તો 176 સીટો વિધાનસભામાં થઈ જાત. સી.આર.પાટીલે આ દરમિયાન કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ એક પછી એક રાજ્યમાં જીતતું જાય છે. કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવવાની છે એવો દાવો પણ તેમણે કર્યો હતો.

સીઆર પાટીલે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં 20 જેટલી બેઠકો નજીવા મતોથી હારી ગયા હતા. કોંગ્રેસનાં મોટા નેતાઓને ઘર ભેગા કરી દીધા હતા. અમિત ચાવડા 2700 મતોથી બચી ગયા હતા. જીગ્નેશ મેવાણી થોડા મતોથી બચી ગયા હતા. 20 બેઠકો જીત્યા હોત તો 176 બેઠકો પહોંચી ગયા હોત.

આ ઉપરાંત સીઆર પાટીલે ભાજપના કાર્યકર્તાઓને એક મોટી ચીમકી પણ આપી હતી, તેમણે કહ્યું હતું કે માઇનસમાં ગયેલા બૂથમાંથી કાર્યકર્તા ચૂંટણી સમયે ટિકિટ માંગે તો પાર્ટી આવા કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે નહિ.પોતાના બુથમાં પાર્ટીને પ્લસ કરી શકતો નથી તેવા કાર્યકર્તાઓને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી ક્યારેય વિચારી નહીં શકે. જેથી દરેક કાર્યકર્તાઓએ પોતાના બુથને મજબૂત બનાવવા માટે હાકલ કરવામાં આવી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીલે નુતન વર્ષ સમારોહની અંદર ઉપસ્થિત કાર્યકર્તાઓને કર્યો હતો. અધ્યક્ષે જણાવ્યું હતું કે આ નિર્ણય આવ્યા બાદ જે તે વ્યક્તિઓ જવાબદારીમાં આવી હવે કામે લાગી ગયા છે. પાલિકાના રાજન પટેલ સેન્ટીંગ કમિટી ચેરમેન તરીકે બનશે તેઓ કોઈને ખ્યાલ નહોતો. પરંતુ પોતે કરેલા કામોના કારણે આજે સ્ટેન્ડિંગ કમિટી તરીકેનો પદભાર મળ્યો છે. તમે જે બુથમાં રહો છો, તે માઇનસમાં જાય તો તેની ચિંતા તમારે કરવાની છે. માઇનસમાં ગયેલા બૂથમાં થી કાર્યકર્તા ચૂંટણી સમયે ટિકિટ માંગે તો પાર્ટી આવા કાર્યકર્તાઓને ક્યારેય ટિકિટ આપતી નથી. પોતાના બુથમાં પાર્ટીને પ્લસ કરી શકતો નથી તેવા કાર્યકર્તાઓને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી ક્યારેય વિચારી નહીં શકે. જેથી દરેક કાર્યકર્તાઓએ પોતાના બુથને મજબૂત બનાવવા માટે કાર્ય કરવું જોઈએ


  • Follow us on: