દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી કરનારાઓ બેફામ બની રહ્યા છે. દારૂના ધંધાર્થીઓને પોલીસનો કોઈ ડર હોય તેમ જણાતું નથી. ત્યારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર એક્સિજન લિક્વિડ લઇ જતા ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે.


રાજ્યમાં પોલીસ તંત્ર દારૂના વેચાણ બંધ કરવા અને દારૂબંધીની કડક અમલવારી મામલે એક્શન મોડ પર જોવા મળ્યું છે. આ દરમિયાન રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચને બાતના આધારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મુવાલીયામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક્સિજન લિક્વિડ લઇ જતા ટેન્કરમાંથી  764 લીટર દારુની પેટી સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે  દારુના ટેન્કર, મોબાઇલ સહિત 82.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ, દાહોદ પોલીસે અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર મુવાલીયા ગામથી લાખોનો દારૂના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. દાહોદ પોલીસે ઓક્સિજન લીકવિડ લઈ જતા ટેન્કર માથી 764 જેટલી દારૂની પેટીનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે 62,04,500/- રૂપીયા નો દારૂ ભરેલુ ટેન્કર, મોબાઈલ તેમજ ગાડી મળી 82,14,500/-મુદ્દામાલ સહીત 2 શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: