દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને ભાણેજ સહિત કૂલ પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી.આ કાર્યવાહી બાદ મંત્રી બચુ ખાબડ સચિવાલયમાં સતત ગેરહાજર જોવા મળ્યા હતાં.તેઓ કેબિનેટની બેઠકમાં પણ હાજર રહ્યા નહોતા.દાહોદ કોર્ટમાં તેમના બંને પુત્રોના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી.કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને 50 હજારના જામીન પર મુક્ત કર્યા હતાં. આ જામીન પર સ્ટે મુકવા માટે પોલીસ મેદાનમાં ઉતરી હતી. કોર્ટે પોલીસની અરજી ફગાવી મંત્રીના પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં. હવે પોલીસે વધુ એક ફરિયાદ અંતર્ગત મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની અટકાયત કરી છે.


બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની અટકાયત

દાહોદ મનરેગા કૌભાંડ કેસમાં વધુ એક ફરિયાદ દાખલ કરાઈ છે. મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરાઈ છે. ધાનપુરના લવારીયામાં વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા મેળવી લીધા હોવાનો આક્ષેપ કરાયો છે.જામીન પર છૂટ્યા બાદ તરત પોલીસે અટકાયત કરી છે. બન્નેના જામીન રદ્દ કરવા પોલીસે રિવિજનલ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં

પોલીસે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળેલા જામીન સામે સ્ટે આપવા કોર્ટમાં અરજી કરી હતી.પોલીસની અરજી અંગેની સુનાવણીમાં કોર્ટે જામીન પર સ્ટેની અરજી ફગાવી હતી.કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં.કોર્ટે 50 હજારના જામીન પર બળવંત અને કિરણ ખાબડને જામીન આપ્યા હતાં.મંત્રી બચુ ખાબડ છેલ્લા બે અઠવાડિયાથી સચિવાલયમાં ગેરહાજર જોવા મળ્યા છે.આ ઉપરાંત દાહોદમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી.હવે પોલીસે વધુ એક ફરિયાદ હેઠળ કિરણ ખાબડની અટકાયત કરતાં મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધી છે.


  • Follow us on: