દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને ભાણેજ સહિત કૂલ પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી.આ કાર્યવાહી બાદ મંત્રી બચુ ખાબડ સચિવાલયમાં સતત ગેરહાજર જોવા મળ્યા હતાં.તેઓ કેબિનેટની બેઠકમાં પણ હાજર રહ્યા નહોતા.દાહોદ કોર્ટમાં તેમના બંને પુત્રોના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી.કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને 50 હજારના જામીન પર મુક્ત કર્યા હતાં. આ જામીન પર સ્ટે મુકવા માટે પોલીસ મેદાનમાં ઉતરી હતી.
કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા
પોલીસે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળેલા જામીન સામે સ્ટે આપવા કોર્ટમાં અરજી કરી હતી. પોલીસની અરજી અંગેની સુનાવણીમાં કોર્ટે જામીન પર સ્ટેની અરજી ફગાવી હતી. કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં. કોર્ટે 50 હજારના જામીન પર બળવંત અને કિરણ ખાબડને જામીન આપ્યા હતાં.મંત્રી બચુ ખાબડ છેલ્લા બે અઠવાડિયાથી સચિવાલયમાં ગેરહાજર જોવા મળ્યા છે. આ ઉપરાંત દાહોદમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી.
ભ્રષ્ટાચારી મંત્રીઓની બાકબાદી નક્કી જ છે
અગાઉ તેમને જ્યારે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે,હું ભાગેડુ નથી પણ લોકોની વચ્ચે રહીને કામ કરનારો માણસ છું. દાહોદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેમને દૂર રાખવામાં આવ્યા હતાં. આના પરથી હવે એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે,ભ્રષ્ટાચારી મંત્રીઓની બાકબાદી નક્કી જ છે. આગામી સમયમાં આ પ્રકારના કેટલાક લોકોને દૂર કરી દેવામાં આવે તો નવાઈ નહીં.