• સુરતથી ડાંગ આવેલી બસ પલટી

  • ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ
  • સાપુતારા નોટિફાઇડ ટીમ અને ડિઝાસ્ટર ટીમ ઘટનાસ્થળે પહોંચી

ડાંગ જિલ્લાના ઘાટ માર્ગમાં બસ પલટી જવાનો બનાવ બન્યો છે. સુરતથી ડાંગ આવેલી બસ પલટી છે. આ ખાનગી બસમાં 70 મુસાફરો સવાર હતા, જેમાં બસ પલટી જવાથી બસ નીચે 2 બાળકો દબાયા હોવાની આશંકા છે. ત્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી છે.

સાપુતારા નોટિફાઇડ ટીમ અને ડિઝાસ્ટર ટીમ ઘટનાસ્થળે પહોંચી

આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે ઘટનાની જાણકારી સાપુતારા નોટિફાઈડ ટીમને મળતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ મદદ માટે ડિઝાસ્ટર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે.


  • Follow us on: