સુરતમાં એક અજબનો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકી હિચકા પર ઝુલી રહી હતી અને હિચકો નીચે પડતા તેનું મોત થયું છે,હિચકો તૂટીને ફાસો આવી જતા તેનું મોત થયું છે,ત્યારે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,સુરતના ભેસ્તાનની સંગમ સોસાયટીમાં આ બનાવ બન્યો હોવાની વાત છે.
વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો
સુરતમાં હિચકો તૂટતા બાળકીનું મોત થયું છે,બાળકી ઘરે હતી અને હિચકે ઝૂલી રહી હતી ત્યારે અચાનક હિંચકો પડતા બાળકી પણ નીચે પડી હતી અને બાળકીને ગળાના ભાગે ટૂપો આવી ગયો હતો જેના કારણે તેનું મોત થયું છે,પીએમ થયા બાદ મોતનું સાચુ કારણ સામે આવશે ત્યારે માતા-પિતા બાળકોનું ધ્યાન રાખે તે જરૂરી બન્યું છે,બાળકીને સારવાર મળે તે પહેલા જ ઘરમાં તેનું મોત થયું હતુ.પરિવારમાં આક્રંદ છવાયો છે,ત્યારે માતા-પિતા બાળકનું ધ્યાન ખાસ રાખે તે જરૂરી બન્યું છે.
એક મહિના પહેલા બાળક ગટરમાં પડી જતા મોત થયું
સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં ગરકાવ થયેલા બાળકનું મોત થયું હતુ. 24 કલાક બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકની શોધખોળ માટે NDRFની મદદ લેવામાં આવી હતી. સવારે સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતા પોલીસ પણ પહોંચી હતી અને 24 કલાક વિતી ગયા બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો.માતા બાળકને લઈને બુધવારી બજારમાં ગઈ હતી અને તે દરમિયાન અચાનક બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું. જો કે સુરત કોર્પોરેશનની બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકનો જીવ ગયો હતો.