• રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

  • જામનગરની હોસ્પિટલમાં વધુ સારવાર મળે તે પહેલા જ વૃદ્ધ મહિલાનું કમકમાટી ભર્યુ મોત
  • રખડતા ઢોરના ત્રાસથી લોકોને છુટકારો મળે તેવી તંત્ર પાસે લોકોની માગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જામ ખંભાળીયા શહેરમાં રખડતા પશુએ 62 વર્ષિય વૃદ્ધ મહિલાનો ભોગ લીધો છે. બેઠક રોડ પરથી પસાર થતા રતનબેન કછટીયા નામના મહિલાને રખડતા ઢોરે ઢીંકે ચડાવ્યા હતા અને વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે જામ ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા

ત્યારે જામ ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલા ગંભીર રીતે ઘવાયેલા મહિલાને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યારે કમનસીબે જામનગરની હોસ્પિટલમાં વધુ સારવાર મળે તે પહેલા જ વૃદ્ધ મહિલાનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. ત્યારે રખડતા ઢોરના ત્રાસથી લોકોને છુટકારો મળે તેવી તંત્ર પાસે લોકોની માગ ઉઠવા પામી છે.

જુનાગઢ શહેરમાં જોવા મળ્યું આખલા યુદ્ધ

જૂનાગઢના દીવાન ચોક વિસ્તારમાં ગઈકાલે આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, આખલા યુદ્ધથી સ્થાનિક લોકોને રસ્તા ઉપર ચાલવુ પણ મુશ્કેલ બની ગયું છે અને આ આખલાઓએ રસ્તા પરથી પસાર થતાં કેટલાક લોકોને પણ પોતાની બાનમાં લઈ લીધા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને તેઓ રસ્તાઓ પર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે શહેરમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા બાદ પણ જાણે કે પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આ રખડતા ઢોર સામે પાલિકા તંત્ર નિષ્ક્રિય સાબિત થયું, ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત આ પ્રકારના આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.


  • Follow us on: