ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અસમાજિક તત્વો દારૂની હેરાફેરી કરતા હોય એવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. દારૂની વાત આવે એટલે હંમેશાં રાજ્યમાં એ ચર્ચાનો વિષય બને છે. ત્યાર હવે ધંધુકામાં દારૂની હેરાફેરીનો એક કિસ્સો સામે આવ્યો છે. મિનરલ પાણીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી સામે આવી છે.
પોલીસે દારૂના જથ્થા સાથે એક યુવકને પકડ્યો
ધંધુકામાં મિનરલ પાણીની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે 12 હજારથી વધુ દારૂ અને બિયરની બોટલ ઝડપી પાડી હતી. મિનરલ પાણીની બોટલની નીચે દારૂ સંતાડીને યુવક હેરાફેરી કરતો ઝડપાયો છે. દમણથી દ્વારકા જતો દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો છે. પોલીસે 39.39 લાખનો દારૂ ઝડપી વધુ તપાસ હાથધરી છે.

વિદેશી દારૂ અને બિયરની 12144 બોટલ ઝડપાઈ
ધંધુકા પોલીસે વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં વિદેશી દારૂ અને બિયરની ટોટલ 12144 બોટલ ઝડપાઈ હતી. આ યુવકે એકવાફીના પાણીની બોટલોના જથ્થા નીચે દારૂ નો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે એક ઇસમની અટકાયત કરી છે અને ઓરોપીનું નામ અમરા રબારી હોવાનું સામે આવ્યું છે. પોલીસને મળેલી પાક્કી બાતમીને આધારે ટ્રકમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો દમણથી દ્વારકા જતો હોવાનું સામે આવ્યું છે.
દારૂનો જથ્થો મગાવનાર નાગાભાઈ કોડિયાતર રહે રાણપર દ્વારકા તથા દારૂનો જથ્થોભરી આપનાર દમણનો અજાણ્યો ઇસમ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે 39.39 લાખનો દારૂ, 1.57 લાખની પાણીની બોટલ અને ટ્રક તથા અન્ય મુદામાલ સાથે કુલ 46.12 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.