• ગોધરામાં હોસ્પિટલ ચલાવી રહ્યા છે
  • પત્ની કલ્પનાબેન લેબ ટેકનિશિયન
  • જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા

ભાજપ રાજ્યસભા માટે ઉમેદવારાનો નામની જાહેરાત સાથે ઘણાં નવા નામો ચર્ચામાં આવ્યા છે. જેમાં સુરતથી ઉદ્યોગકારની પસંદગી કરવામાં આવી તો ઉત્તર ગુજરાતથી મયંક નાયક જેવા સામાન્ય કાર્યકર્તાને રાજ્યસભા મોકલવામાં આવ્યા છે. આ વચ્ચે ગોધરામાં પોતાની હોસ્પિટલ ચલાવતા તબીબ ડૉ. જશવંત સિંહ પરમારને રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે.

અમદાવાદથી કર્યો છે અભ્યાસ

વાત જો ડૉ. જસવંતસિંહ પરમારની કરવામાં આવે તો તેઓ ગોધરામાં હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેઓ માસ્ટર ઓફ સર્જરીનો અભ્યાસ કર્યો છે. ડો.જશવંતસિંહ પરમારનો જન્મ 15 જૂન, 1975ના રોજ થયો હતો. તેમના પિતા સલામસિંહ પરમાર પ્રિન્સિપાલ હતા. તેમણે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી MBBS અને NHL મેડિકલ કોલેજમાંથી માસ્ટર ઓફ સર્જરીનો અભ્યાસ કર્યો છે.

હાલ તેઓ ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેમજ તેઓ વાઘજીપુરમાં એક પેટ્રોલપંપ પણ ધરાવે છે. તેમના પત્નીનું નામ કલ્પનાબેન લેબ ટેકનિશિયન છે. તેમને મંથન અને પ્રણલ નામના બે સંતાન છે. જેમાંથી મંથને MBBS કર્યું છે, અને પ્રણલ ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેમનો પરિવાર શિક્ષણ સાથે લાંબા સમયથી જોડાયેલો રહ્યો છે.

પાયાના કાર્યકર્તા તરીકે સક્રિય

જો ડૉ. જસવંતસિંહ પરમારના રાજકીય સફરની વાત કરીએ તો તેઓ ગોધરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ ત્રણ ટર્મ સુધી ગોધરા જિલ્લા પંચાયતના સભ્ય પણ હતા. તેમણે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પંચમહાલના ગોધરા ખાતે સંગઠન માટે ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી છે. જેથી તેમને સંગઠનનો સારો અનુભવ રહ્યો છે.  

  • Follow us on: