- રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા 11 કરોડનું દાન
- હીરા કાપવાનું અને પોલીશિંગનું કામ કરતા
- રૂ. 4,800 કરોડનું બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું
રાજ્યસભા માટે ભાજપ તરફથી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતે ભાજપમાંથી રાષ્ટ્રીય પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડા, જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સલમસિંહ પરમારને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે જ ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં સૌથી વધુ ચર્ચા સુરતના હીરા ઉદ્યોગપતિના નામે જગાવી છે.
ભારતને હીરાનું હબ બનાવ્યું
ગુજરાત ભાજપે રાજ્યસભા માટે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, તેમાં એક નામ સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાનું છે. ગોવિંદ ધોળકીયાને રાજકારણ સાથે સીધો કોઈ સંબંધ નથી. તેમ છતાં તેમના નામની ઘોષણા થતાં આશ્ચર્ય સર્જાયું છે. સુરતના હીરા ઉદ્યોગમાં ભામાશા તરીકે ઓળખાતા ગોવિંદ ધોળકીયાની ઓળખ થાય છે. હંમેશા દાન પ્રવૃત્તિ અને સમાજ સેવા માટે આગળ રહેતાં ગોવિંદ ધોળકીયાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા 11 કરોડનું દાન કર્યું હતું. ગુજરાતના હીરાના વેપારી ગોવિંદ ધોળકિયા ન માત્ર રૂ. 4,800 કરોડનું બિઝનેસ સામ્રાજ્ય જ બનાવ્યું, પરંતુ ભારતને હીરાના કામનું હબ પણ બનાવ્યું હતું.
નાની ઉંમરમાં હીરાની ઓળખ કરી
મૂળ અમરેલીના દુધાળા ગામમાં ગોવિંદ ધોળકિયાનો જન્મ 7 નવેમ્બર 1947 ના રોજ થયો હતો. જેમણે કોઈ વિશેષ શિક્ષણ વિના આગળ વધ્યા હતા. સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા હોવાના કારણે તમામ પડકારો હોવા છતાં આજે લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાઈ છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી. 17 વર્ષની ઉંમરે સુરત ગયા બાદ ગોવિંદ ધોળકિયા હીરા કાપવાનું અને પોલીશિંગનું કામ કરતા હતા.
ભગવાન રામ અને કૃષ્ણમાં અપાર શ્રદ્ધા
નોંધનીય છેકે, જે દેવોની પૂજા કરતા હતા તેના આધારે તેઓએ કંપનીનું નામ રાખ્યું - શ્રી રામકૃષ્ણ (SRK) એક્સપોર્ટ કંપની. તેઓએ હીરાભાઈ વાડીવાલા સાથે વ્યવહાર શરૂ કર્યો, જેઓ રફ હીરાનો વેપાર કરતા હતા. પોલિશ કર્યા પછી હીરાનું વજન રફના વજનના ઓછામાં ઓછા 28 ટકા હોવું જોઈએ, ધોળકિયાની ટીમે તેને 34 ટકા હાંસલ કર્યું, જે એક અસામાન્ય સિદ્ધિ હતી. આનાથી તેમને તેમની ફેક્ટરીમાં હીરાનું ઉત્પાદન કરવાનો વિચાર આવ્યો. તેથી, આ માટે, તેને રફ હીરાના સીધા સપ્લાયરની જરૂર હતી.