ભાવનગરના સિહોરમાં વધુ એક નશેડી ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂકયા . મોડી રાત્રે સાવરકુંડલાથી અંબાજી જતી બસને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. એક મુસાફરની ફરિયાદના આધારે આ પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. બસમાં મુસાફરી કરી રહેલ એક શખ્સ દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી કે ડ્રાઈવર નશામાં છે અને વારંવાર રોકવા છતા બેફામ રીતે ગાડી હંકારી રહ્યો છે. નાગરિકની ફરિયાદની ગંભીરતાને લઈને પોલીસે મોડી રાત્રે પેટ્રોલિંગ કરતા બસને રોકી ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી.


ડ્રાઈવરની બેદરકારી 

સાવરકુંડલાથી અંબાજી જતી બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. મુસાફરોથી ભરેલ બસ ભાવનગરના સિહોરમાં પંહોચી ત્યારે પોલીસે બસ રોકી ડ્રાઈવરની અટકાયત કરી. બસનો ડ્રાઈવર નશામાં બેફામપણે બસ ચલાવતો હોવાથી મુસાફરો ભયભીત થયા હતા. મુસાફરોએ ડ્રાઈવરને વાહન રોકવાની વાંરવાર રિકવેસ્ટ કરી હોવા છતાં બેફામ બસ ચલાવતો હતો. નશમા ધૂત ડ્રાઈવર મોડી રાત્રે વાહન હંકારતા કોઈ મોટી દુર્ઘટના સર્જે તેને લઈને મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. મોટી દુર્ઘટનાથી બચવા જાગૃત મુસાફર દ્વારા પોલીસને સમગ્ર બાબતથી જાણ કરાઈ હતી.

મુસાફરની વહારે પોલીસ

મુસાફરની ફરિયાદ પર સિહોર પોલીસ તેમના મદદમાં આવી. નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી સિહોર પોલીસે બસને રોકી અને ડ્રાઈવરની અટકાયત કરી. ડ્રાઈવર નશામાં ધૂત હોવાથી પોલીસે ભાવનગર ST વિભાગની જાણ કરવામાં આવી. ભાવનગર ડેપો મેનેજર દ્વારા અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. મુસાફરની જાગૃકતાએ અકસ્માત જેવી મોટી દુર્ઘટના ટાળી અને નશેડી ડ્રાઈવરની પોલીસએ અટકાયત કરતા પૂછપરછ હાથ ધરી.મહેશ જાદવ નામના ડ્રાઇવર ને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો. બ્રેથેલાઇઝર દ્વારા પોલીસ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

  • Follow us on: