વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ ક્યારેક સામાન્ય જનતાએ બનવું પડતું હોય છે. સરકાર દ્વારા ગરીબોને ભોજન મળે તે માટે સસ્તુ અનાજ આપવામાં આવે છે. પરંતુ તે ગરીબો સુધી પહોંચી શકતું નથી. તો કેટલીક વાર વચેટિયાઓ દ્વારા અનાજનું કાળા બજાર કરી દેવામાં આવે છે. જેના લીધે ગરીબો સુધી પહોંચતુ અનાજ તેમને મળતું નથી.સુરતમાં તંત્રની બેદરકારીના લીધે રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત રહી ગયા છે.


રેશનકાર્ડ ધારકોને અનાજ ન મળતા હેરાનગતિ

પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં તંત્રની બેદરકારીના લીધે રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત રહેવા પામ્યા છે. રેશનકાર્ડ ધારકો તા. 10 થી 31 સુધી રેશન દુકાનો પર અનાજનું વિતરણ કરવામાં આવે છે. તંત્ર દ્વારા રેશનકાર્ડની દુકાનો પર 24 તારીખે અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો. જેમાં રેશન દુકાનદારોએ 6 દિવસ જ રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરી શક્યા હતા. જેથી મોટાભાગની તમામ રેશનકાર્ડની દુકાનો પર 30 ટકાથી વધુ લોકો અનાજથી વંચિત રહેવા પામ્યા હતા. પૂરતું અનાજ ન હોવાનું કારણ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

વહીવટી તંત્ર પાસે કરી અનાજની માંગણી

તંત્રની બેદરકારીના લીધે અનાજ લેવા માટે રેશન કાર્ડ ધારકો રોજ રેશનની દુકાનના ધક્કા ખાઈ રહ્યા છે.પરંતુ વહીવટી તંત્રે મોડેથી અનાજનો જથ્થો મોકલ્યો હતો. તો રેશનકાર્ડ દુકાનચાલકો સમયસર અનાજનું વિતરણ કરી શક્યા નહોતા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાલ દુકાનમાં અનાજનો જથ્થો હોવા છતાં રેશન કાર્ડ ધારકો અનાજથી વંચિત રહી ગયા છે. રેશનકાર્ડ ધારકોને અનાજ ન મળતા નિરાશા સાથે તંત્ર પાસે અનાજની માંગણી કરી હતી.

  • Follow us on: