સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાંથી માસુમ બાળકનું અપહરણ કરનારો ઝડપાયો છે. ઉત્રાણ વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાના 7 વર્ષના દીકરાનું અપહરણ કર્યું હતું. પ્રેમીએ પ્રેમિકાના દીકરાનું અપહરણ કરીને રૂપિયા 10,000ની ખંડણી માગી હતી. પ્રેમી ઉત્તરપ્રદેશથી સુરત આવીને પરીણિત પ્રેમિકાને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરીણિતાએ પ્રેમી સાથે સંબંધ રાખવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને બાળકનું અપહરણ કરી લીધું હતું.


આરોપીએ બાળકને જાનથી મારી નાંખવાની ધમકી આપી

પ્રેમિકાના બાળકનું અપહરણ કરીને પ્રેમી ફરાર થઈ ગયો હતો, જો કે આ સમગ્ર માલમે ઉત્રાણ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આરોપીની ધરપકડ કરી લીધી હતી અને બાળકને શોધી કાઢ્યો હતો. આરોપીએ બાળકનું અપહરણ કરી લીધા બાદ તે રૂપિયા 10,000ની માગણી કરતો હતો અને જો પૈસા નહીં આપે તો બાળકની જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભોગ બનનાર યુવકે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસની ટીમો તાત્કાલિક તપાસમાં જોતરાઈ હતી.

પરીણિતાએ પ્રેમી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતો

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી આરોપી સલમાન મુઝફ્ફરની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો યુવતી તેના પતિ સાથે સુરત રહેવા માટે આવી ગઈ હતી. જેથી પ્રેમી સલમાન સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જોકે ત્યારબાદ પણ સલમાન તેને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરંતુ પરણીતા તેને તાબે થઈ નહતી. જેથી આખરે સલમાન સુરત આવી પહોંચ્યો હતો અને પરણીતાના ઘર સુધી પણ પહોંચી ગયો હતો. સલમાનને પરણીતાને વશમાં કરવા માટે તથા ધાક ધમકી આપવા માટે તેના 7 વર્ષના દીકરાનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.


  • Follow us on: