સુરતમાં ઘણીવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં આગની ઘટનામાં ખૂબ જ મોટું નુકસાન થાય છે.તો સુરતના ડભોલી વિસ્તારમાં આગની ભયાનક ઘટના સામે આવી હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.તેમજ લોકો ભારે ભયમાં મૂકાઈ ગયા હતા, તો જે આગની ઘટનામાં લાખો રુપિયાનું નુકસાન થયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.ત્યારે ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.


 ડભોલીમાં ભંગારમાં આગ લાગી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ડભોલી વિસ્તારમાં આગની ઘટના બની હતી. સુરતના ડાભોલીમાં પતરાના શેડના ભંગારમાં ફરી એકવાર આગ લાગી હતી. જેના લીધે ભારે દોડધામ મચી જવા પામી હતી. ભંગારમાં આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. તો થોડા દિવસ પહેલાં પતરાના ડોમમાં આગ લાગવાથી લાખો રુપિયાનું નુકસાન થયું હતું. તો આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગ પણ દોડતું થઈ ગયું હતું.

ફાયર વિભાગે આગને કાબૂમાંં લીધી

ડભોલીના પતરાના શેડમાં એ જગ્યાએ રાખેલા ભંગારમાં પાછી આગ લાગી હતી, જેના લીધએ ડભોલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો છંટકાવ કર્યો હતો. ફાયર દ્વારા 8 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.અગાઉ લાગેલી આગમાં પ્લાસ્ટિકનો બળેલો જથ્થો કોઈ કારણસર ફરી સળગતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ.


  • Follow us on: