ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી કરતી ગેંગનો આતંક ખૂબ જ વધારે જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને ચડ્ડી ગેંગનો આતંક વધ્યો છે.ચોરો ચડ્ડી અને બનિયાનમાં આવીને ચોરીની ઘટનાને અંજામ આપે છે. તાળાબંધ ઘરને નિશાનો બનાવતા હોય છે. જે બાદ ચડ્ડી ગેંગના ચોરો ઘરમાં કિમતી સામાન પર હાથફેરો કરીને નાસી જાય છે. ત્યારે સુરતના ડુમસ વિસ્તારમાં ચડ્ડી ગેંગનો આંતક સામે આવ્યો છે.
સુરતમાં ચડ્ડી ગેંગના આંટાફેરા













