સુરતમાં રફતારનો આતંક યથાવત રહ્યો છે, જેમાં મિક્ષર મશીન ટ્રકે યુવતીને કચડી નાખી છે, ડુમસ એરપોર્ટ રોડ પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, યુવતી ટુ વ્હીલર લઈને જઈ રહી હતી તે દરમિયાન ફુલ સ્પીડમાં આવી રહેલા મિક્ષર ટ્રકે યુવતીને અડફેટે લીધી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું છે.


અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ

ડમ્પર બાદ મિક્ષર મશીન ટ્રકનો આતંક સામે આવ્યો છે જેમાં મોપેડ ચાલક યુવતીને કચડી નાખતા તેનું મોત થયું છે, યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે, ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, સાથે સાથે પોલીસના હાથે સીસીટીવી પણ લાગ્યા છે જેમાં જોઈ શકયા છે કે ડમ્પર ચાલક ફુલ સ્પીડમાં મિક્ષર મશીન ટ્રક ચલાવી રહ્યો છે અને યુવતી જઈ રહી છે અને તેને અડફેટે લેતા તેનું મોત થયું છે, સમગ્ર ઘટનાને લઈ પોલીસે મિક્ષર મશીન ટ્રકના ડ્રાઈવરની અટકાયત કરી છે.

મૃતદેહને પીએમ માટે મોકલ્યો

પોલીસે સમગ્ર ઘટનામાં ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે, અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, ત્યારે સુરતમાં વારંવાર ડમ્પરના અકસ્માતથી પણ લોકો કંટાળી ગયા છે અને આવા બેફામ વાહનો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે, પોલીસે મૃતક યુવતીના પરિવાજનનો સંપર્ક કર્યો છે અને તેમના પરિવારના સભ્યોના નિવેદન લીધા છે, યુવતી મિક્ષર ટ્રકના આગળના ભાગે પૈડામાં આવી ગઈ અને જિંદગી હોમાઈ ગઈ હતી.

સુરતમાં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત

સુરતના મોટા વરાછામાં સુદામા ચોકમાં દંપતીને કારચાલકે અડફેટે લીધું છે, સારવાર લઈ પરત ફરતા દંપતીને નબીરાએ ટક્કર મારી છે તો દંપતી ઈજાગ્રસ્ત થયું છે, અકસ્માત સર્જાતા લોકોનું ટોળું ઘટનાસ્થળે ઉમટ્યું છે અને ઉતરાણ પોલીસે આરોપીને પકડી તપાસ હાથ ધરી છે.

  • Follow us on: