સુરતમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. ગતમોડી રાત્રે શહેરના મોટા વરાછામાં કારચાલકે ગંભીર અકસ્માત સર્જયો. બેફામપણે કારચલાવતા નબીરાએ માર્ગ પર ચાલતા દંપતીને અડફેટે લીધું. અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું. એક શખ્સ દ્વારા નબીરાના કારસ્તાનની પોલીસની જાણ કરવામાં આવી. ઉતરાણ પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી અકસ્માતની તપાસ હાથ ધરી.


વરાછામાં સુદામા ચોક પાસે અકસ્માત

મળતી માહિતી મુજબ સુરતના મોટા વરછામાં ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત બનવા પામ્યો. મોટા વરાછામાં સુદામા ચોક પાસેથી એક કાર પૂરપાટ વેગે આવી. દરમિયાન કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને દંપતીને અડફેટે લીધું. કારે દંપતીને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતને પગલે લોકોનું ટોળું ઘટનાસ્થળે ઉમટ્યું. કારચાલક ભાગવા પ્રયાસ કરે તે પહેલા જ લોકોના ટોળાએ તેને પકડી લીધો અને બનાવની પોલીસને જાણ કરી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ વરાછાના સુદામા ચોક પાસે પોતાની ટીમ સાથે પંહોચી ગઈ.

દંપતી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગતમોડી રાત્રે સુદામા ચોક પાસે રાત્રિના સમયે અકસ્માત થતા ટ્રાફિક જામની સ્થિતિ થઈ ગઈ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળાએ કારચાલકને પકડી લેતા ધ્યાનમાં આવ્યું કે યુવક નશામા ધૂત છે. નશો કરીને કાર ચલાવનાર યુવકે બેફામપણે વાહન ચલાવી એક દંપતીને અડફેટે લીધું. આ દંપતીને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળ પર પંહોચેલ પોલીસે તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા. દંપતી માટે વધુ મુ્શ્કેલીની વાત એ હતી કે તેઓ સારવાર લઈ પરત ફરતા હતા અને નબીરાની આ કરતૂતના કારણે ફરી હોસ્પિટલમાં દાખલ થવું પડયું.

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી અકસ્માતને પગલે થયેલ ટ્રાફિક જામની સ્થિતિ નિયંત્રણમાં લીધી. દંપતીને અડફેટે લેનાર નબીરાને ટોળાએ પકડી લેતા ઉતરાણ પોલીસે આરોપીને પકડી તપાસ હાથ ધરી. રાજ્યમાં અકસ્માતો નિવારવા ટ્રાફિક પોલીસ અનેક પ્રયાસ કરે છે છતાં નશામા ધૂત નબીરા બેફામ બની અન્યોના જીવોને જોખમમાં મૂકે છે. આવા નબીરાઓ કયારે સુધરશે?

  • Follow us on: