સુરતમાં મોડેલની કારમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. મોડેલ આંચલસિંહ ફરી વિવાદમાં જોવા મળી. મોડેલ આંચલસિંહની મોંઘી કારમાં આગ લાગવા મામલે પૂર્વ મિત્ર દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. મોડેલની કારમાં આગ લાગવા મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ થઈ ગઈ છે.
મોડેલની મર્સડિઝ કારમાં આગ
વેસુ વિસ્તારમાં મોડેલની મર્સડિઝ કારમાં આગ લાગ્યાના સીસીટીવી સામે આવ્યા છે. મોડેલ જેમાં દેખાય છે કે એક શખ્સ મોડી રાત્રે મોડેલની કાર પાસે આટાફેરા મારે છે. આ શખ્સે પોતાના મોઢા પર રુમાલ બાંધ્યો હોવાથી ચહેરો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતો નથી. દરમિયાન આ શખ્સ તક મળતા કારમાં આગ લગાવે છે. મોડેલ આચલસિંહની કારમાં આગ લાગવાના મામલામાં પૂર્વ મિત્રનો આ કારસ્તાનમાં હાથ હોવાની આશંકા છે. પૂર્વમિત્ર સાથે અણબનાવને પગલે બદલો લેવા માટે આગ ચાંપી હોઈ શકે.
મોડેલ આંચલસિંહ વિવાદમાં
અગાઉ પણ મોડેલ આંચલસિંહ વિવાદમાં જોવા મળી હતી. જૈન વેપારીની ફેક આઈડી બનાવવા મુદ્દે મોડેલ આંચલસિંહ સામે ગુનો દાખલ થયો હતો. આ મામલે ઉમરા પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. મોડલ પોતાની કારકિર્દી બનાવવા સંઘર્ષ કરતી હોય છે. દરમિયાન અનેક મુશ્કેલીઓના સામનો કરવો પડે છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવતા ચકચાર મચી હતી.
સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ
લિવ-ઈનમાં રહેતી મોડેલ સુખપ્રીત કૌરે અગમ્યકારણોસર પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલામાં સ્યુસાઈડ નોટ પોલીસના હાથ લાગતા તેના પ્રેમી દ્વારા હેરાનગતિ કરાતી હોવાનું ખૂલ્યું. આંચલસિંહ કેસમાં પણ પૂર્વ મિત્ર સાથેના અણબનાવમાં મોંઘી મર્સિડિઝમાં આગ લગાવવામાં આવી હોવાની આશંકા છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.