સુરતમાં બારડોલી કડોદરા હાઈવે પર એસટી બસનો અકસ્માત સર્જાયો છે. ચાલુ બસે ડ્રાઈવર અર્ધબેભાન થઈ જતા અકસ્માત સર્જાયો છે. બારડોલીના પલસાણાના તાતીથૈયા ગામ પાસે અકસ્માતની ઘટના બની છે. પેસેન્જર ભરેલી બસ રેલિંગ સાથે અથડાઈ હતી. ડ્રાઇવરે બસને કેનાલમાં ખાબકતી બચાવી લીધી હતી. આ ઘટનામાં બસના તમામ પેસેન્જરો સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી.
પેસેન્જર ભરેલી બસ રેલિંગ સાથે અથડાઈ













