સુરત શહેરમાં ચોમાસા દરમિયાન તમામ ઝોન વિસ્તારમાં ખાડી ,મેનહોલ,ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બરની સાફ-સકાઇ કરવાની સૂચના અપાઈ છે, તો સુરત શહેરમાં 90 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો મેયરે કર્યો છે, મેયર દક્ષેશભાઇ માવાણી અને મ્યુનિસપિલ કમિશનર શાલિની અગ્રવાલ અઘ્યક્ષતામાં તમામ ઝોનના વડાઓ બેઠક કરી હતી.
ઝોન વાઈસ બેઠક યોજવામાં આવી
સુરત મહાનગરપાલિકા દ્રારા હાલમાં રાઉન્ડવાઇસ ચાલી રહેલ પ્રિ-મોન્સૂનની કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, મુગલીસરાની નવી એનેક્ષી બિલ્ડીંગ ખાતે યોજાઈ હતી, શહેરીજનોને ચોમાસામાં કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવી ન પડે તેના માટે બેઠકોનો દૂર શરૂ કરવામાં આવ્યો. જૂન માસના પ્રથમ પખવાડિયામાં ચોમાસાની સિઝનનો વિધિવત આરંભથવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે સુરત શહેરમાં ચોમાસાની સિઝનમાં પાણીનો ભરાવો, રસ્તા પર ખાડા સહિતની સમસ્યા સર્જાતી હોય પાલિકા તંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી.
પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી
સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગ, ઝોનના અધિકારીઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનો ચિતાર આપ્યો હતો. દરમિયાન પદાધિકારીઓએ ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર-પેચવર્કની કામગીરી તાકીદે પૂરી કરવાનો આદેશ કર્યો હતો. પાલિકા તંત્રએ સમીક્ષા બેઠક સાથેની ઔપચારીકતા પૂરી કરી હોય હવે કામગીરી કેટલી અસરકારક થઈ છે તે માટે ચોમાસાની સિઝન પર મીટ મંડાઈ બુધવારે મેયર દલેશ માવાણી, કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને તમામ ઝોનના વડા સાથે પાલિકામાં તબક્કાવાર ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
ફૂટપાથ અને રોડ ડિવાઇડર રિપેરિંગની માહિતી ઝોનના વડા દ્વારા રજૂ કરાઈ હતી
બેઠકમાં ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટિલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન કેપૂર ચપટવાલા, વિભાગીય વડા, ઝોનલ ચીક હાજર રહ્યા હતા. બેઠકમાં તમામ ઝોન વિસ્તારમાં આવેલી ખાડી, મેઇન હોલ, ડ્રેનેજ, ઈનલેટ ચેમ્બરની સાફ-સફાઈ કરવા અને મેન્ટેનન્સની કામગીરી, જાળિયા રિઘેર તથા કલર કરવા, ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર અને પેચવર્કની કામગીરી, ફૂટપાથ અને રોડ ડિવાઇડર રિપેરિંગની માહિતી ઝોનના વડા દ્વારા રજૂ કરાઈ હતી. દરમિયાન અધિકારી, પદાધિકારીઓએ ચોમાસામાં વિવિધ વિસ્તારમાં ટ્રેન્ચ બેસી જતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે.