સુરતમાં ઘણીવાર અસામાજિક તત્વોનો આતંક અવારનવાર સામે આવતો રહે છે. જેમાં લુખ્ખા તત્ત્વોના લીધે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળે છે. ત્યારે સુરતમાં વધુ એક લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં માથાભારે મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો હતો. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. સુરતમાં માથાભારે મનીષ કુકરી સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી.


સુરતમાં અસામાજિક તત્વોનો આતંક

સુરતમાં મનીષ કુકરી ગેંગના 5 અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જે 5 અસામાજિક તત્ત્વો સીસીટીવીમાં કેદ થયા હતા. આરોપીઓ આતંક મચાવીને ફરાર થયા હતા. આરોપીઓ સુરતથી અમદાવાદ, અમદાવાદથી સતારા અને મધ્ય પ્રદેશ ભાગતા ફરતા હતા. જેની શોધખોળ સુરત ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી. મનીષ કુકરી ગેંગના સભ્યો મધ્યપ્રદેશના પંચમઢીમાં છુપાઈ ગયા હતા. જેમને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી.જે પછી સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના પંચમઢીમાંથી મનીષ કુકરી અને તેના સાગરિતોની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા

સુરત ક્રાઈમ બ્રાન્ચથી નાસતા આરોપીઓ વિવિધ જગ્યાઓ પર છુપાઈને રહેતા હતા. તેમણે મચાવેલા આતંકના સીસીટીવીમાં તેમના ચહેરા દેખાઈ ગયા હતા.તેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે મનીષ કુકરી,મિતેષ ગાબાણી અને ચિરાગની મધ્યપ્રદેશના પંચમઢીમાંથી ધરપકડ કરી છે.અગાઉ પણ મનીષ કુકરી ગેંગ વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. જે આરોપીઓની ધરપકડ કરીને સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુની તપાસ હાથ ધરી છે.જે બાદ તેમને જેલ હવાલે કરવામાં આવશે.

  • Follow us on: