સુરતમાં ઉધના પોલીસની બેદરકારીથી ખંડણી કેસમાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ જેલ મુક્ત થયો છે, સમયસર ચાર્જશીટ કરતા પૂર્વ કોર્પોરેટરને જામીન મળી ગયા છે, 60 દિવસ વિતી જવા છતાં ચાર્જશીટ પોલીસે કરી નહી હોવાથી જામીન મળી ગયા હોવાની વાત સામે આવી છે, ખંડણી કેસમાં જેલમાં બંધ પ્રકાશ દેસાઈ જેલ મુક્ત થઇ ગયો છે, પ્રકાશ દેસાઈને SOG પોલીસે ક્લાસીસ સંચાલક પાસે 6 લાખની ખંડણી માંગતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.


60 દિવસ છતાં પણ ચાર્જશીટ નહીં કરતા ખંડણી કેસમાં પૂર્વ કોર્પોરેટર જેલમુક્ત

ઉધના દેસાઈ ફળિયામાં આવેલાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશભાઇ જશવંતભાઇ દેસાઈ (ઉ.વ. ૬૬)ને ત્યાં દરોડો પાડયો હતો. પ્રકાશ દેસાઇએ ઉધનાના લીઓ ક્લાસિસના સંચાલક જીગર જયસુખ કથીરીયા પાસે તેઓ સાડા છ લાખની માંગણી કરી રહ્યા હતા. ખંડણીના ત્રણ લાખ રૂપિયા લઈને પ્રકાશ દેસાઈએ આ સંચાલકને પોતાના ઘરે બોલાવ્યા હતા. ક્લાસિસ સંચાલક રૂપિયા આપે તેની સાથે જ ગત તા. ૨૬મી માર્ચના રોજ એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદીપ નકુમની આગેવાનીમાં ઇન્સ્પેક્ટર અતુલ સોનારા અને ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ દેસાઈ સહિતની ટીમે રેડ પાડી હતી.

જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી

આ અંગે ઉધના પોલીસના ફર્સ્ટ પીઆઇ એસ.એન.દેસાઇના જણાવ્યા પ્રમાણે ફરિયાદ નોંધાઇ ત્યારે રાત્રીનો સમય હતો, જ્યારે ૬૦ દિવસ પુરા થવાના હતા ત્યારે શનિ અને રવિવારની રજા આવતી હોવાથી સમયમાં ચૂક રહી ગઇ છે. પ્રકાશ દેસાઇને મળેલા જામીનને લઇને ચાર્જશીટ દાખલ કરી દેવાઇ છે તેની સાથે જ આરોપી પ્રકાશ દેસાઇના જામીન રદ્દ કરવા માટે સુરતની કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. ખંડણી લેતા પકડી પાડી જેલમાં મોકલી આપ્યો હતો.

61મા દિવસે પ્રકાશ દેસાઈએ વકીલ મારફતે કોર્ટમાં ડિફોલ્ટ જામીન અરજી કરી હતી

પોલીસે પ્રકાશ દેસાઇના રિમાન્ડ પણ લીધા અને ત્યારબાદ તેની સામે બીજો પણ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ આ ઘટનાને ૬૦ દિવસનો સમયગાળો થઈ ગયો છે. કાયદાની જોગવાઈ પ્રમાણે ૬૦ દિવસમાં આરોપી સામે ચાર્જશીટ કરવાનું હોય છે, પરંતુ આ કેસની તપાસ કરનાર ઉધના પીઆઈ ગોહિલ દ્વારા સમયમર્યાદામાં ચાર્જશીટ દાખલ કરાઈ ન હતી. જેનો સીધો જ લાભ આરોપીને મળ્યો હતો. ૬૧મા દિવસે પ્રકાશ દેસાઈએ વકીલ મારફતે કોર્ટમાં ડિફોલ્ટ જામીન અરજી કરી હતી અને પોલીસની ગંભીર બેદરકારી વ્યક્ત કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપીના પ્રકાશ દેસાઇને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.

  • Follow us on: