- મચ્છરોના ઉપદ્રવથી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો
- મેલેરીયા, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમાં વધારો
- પાણીજન્ય રોગ વકરતા લોકો પડી રહ્યાં છે બિમાર
ગુજરાતના દેવભુમિદ્રારકામાં ભારે વરસાદ બાદ રોગચાળાએ માથુ ઉચકયું છે,સરકારી હોસ્પિટલમાં રોજની 850થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે,જામ ખંભાળીયા પંથકમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતા કેસ બારી પર લોકોનો જમાવડો જોવા મળ્યો છે,લોકો વહેલી સવારથી લાઈનમાં ઉભા રહ્યાં છે.
રોગચાળો વકરતા કેશબારી પર દર્દીઓની લાગી લાંબી લાઇનો
રોગચાળો એ હદે વકર્યો છે કે રોજના 850થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે,મેલેરીયા, તાવ, ઝાડા, ઉલ્ટી, પેટનો, દુખાવો સહિતના વાઇરલ કેસના દર્દીઓમાં થયો ધરખમ વધારો થયો છે.સ્થાનિકોનું કહેવું છે કે પાણીજન્ય રોગચાળો વધતા આ સમસ્યાએ સ્થાન લીધું છે.હોસ્પિટલમાં હાલ 2 મેલરીયાના દર્દીઓ લઇ રહ્યા છે સારવાર.

રોગચાળાને વધતા સ્થાનિકો તકલીફમાં મુકાયા
વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સામન્ય રીતે રોગચાળો માથુ ઉંચકતો હોય છે ત્યારે દ્રારકા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા સાફ સફાઈ કરવામાં આવતી નથી તેમજ જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવતો નથી જેના કારણે આ રોગચાળો વકરી રહ્યો છે.નાના બાળકોથી લઈ મોટા લોકો આ રોગચાળાનો ભોગ બન્યા છે.
રોગચાળાથી બચવા શું કરવું
જયારે પણ રોગચાળો ફેલાય અથવા ફેલાવાની શકયતાઓ લાગે ત્યારે રોગચાળાથી બચવા ઘરમાં તેમજ ફળિયામાં સફાઇ રાખવી જોઈએ, ચોખ્ખું પાણી પીવું જોઈએ સાથે સાથે તમને તાવ અને પેટના દુખાવાની સમસ્યા હોય તો ગરમ પાણી પીવું જોઈએ જેના કારણે શરીરનો કચરો શરીરમાંથી દૂર થાય.