બાંગ્લાદેશની બોર્ડરથી ભારતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી દ્વારકામાં સ્થાયી થયેલી 5 મહિલાઓને જિલ્લાની સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ની ટીમ દ્વારા પકડી પાડવામાં આવી છે.


SOGની ટીમે ભારતમાં પ્રવેશ માટે પાસપોર્ટ, વિઝા સહિત અન્ય દસ્તાવેજ રજૂ કરવાનું જણાવતા તેઓની પાસે કોઈ દસ્તાવેજ ના હોવાનું જણાવ્યું હતુ. જેથી તેમના મોબાઈલ ચેક કરતા બાંગ્લાદેશી ડૉક્યુમેન્ટ્સની કોપી અને બાંગ્લાદેશના નંબરો સેવ કરેલા મળી આવ્યા હતા. આથી તમામ મહિલાઓને વધુ પૂછપરછ અર્થે ડિટેઈન કરવામાં આવી હતી.

પોલીસની પૂછપરછમાં તમામ મહિલાઓએ પોતે બાંગ્લાદેશની નાગરિક હોવાની કબૂલાત આપી છે. ભારતમાં પ્રવેશ્યા બાદ અગાઉથી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓની મદદથી અલગ-અલગ ભાગમાં વસવાટ કરવામાં આવે છે. ભારતમાં રહેલ બાંગ્લાદેશી અને અમુક ચોક્કસ લોકો દ્વારા છૂટક મજુરીનું કામ તેમજ રહેવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. કાયમી વસવાટ કરી શકે તે માટે ભારતના નાગરિક સાથે લગ્ન કરી અન્ય ભારતીય નામ ધારણ કરી લેવામાં આવતું હતું. અમુક મહિલાઓ અંદાજિત છેલ્લા 7 થી 10 વર્ષથી ભારતમાં વસવાટ કરતી હોવાનું સામે આવ્યું છે.

SOG દ્વારા અટકાયતમાં લેવામાં આવેલ બાંગ્લાદેશી મહિલાઓની ઓળખ

  • રૂબી ડો.ઓફ પોનુ ખા સોનુ ખાવા.ઓફ મોનન હસન આલી, મુસ્લીમ ઉ.વ.35
  • સાદીયા ઉર્ફે શીતલબેન ડો.ઓફ શુકુર ઈશાકભાઈ સેખ વા.ઓફ મિનેષ રોહિતભાઈ સોની, મુસ્લીમ ઉ.વ.26,
  • સુમી ઉર્ફે રીયા ડો.ઓફ રોબી કાદરભાઈ શેખ વા.ઓફ ખોરસદ ગુયે શેખ, મુસ્લીમ ઉ.વ.35
  • ખાલીદા ઉર્ફે નઝમાબેબી ડો.ઓફ મહંમદઅલી રજબઅલી વા.ઓફ અબ્દુલા કાદર રાણા, મુસ્લીમ ઉ.વ.33,
  • રૂબી ડો.ઓફ રોબી કાદરભાઈ શેખ વા.ઓફ રિદય બબલુ બગડીયા, મુસ્લીમ ઉ.વ.35

સમગ્ર મામલે મહિલાઓની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, દરેક મહિલાઓ પાસેથી એજન્ટે રૂ.25 હજાર લઈને ગુજરાત પહોંચાડ્યા હતા. જેમાં તેઓ દરિયા મારફતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને પછી ગુજરાત પહોંચ્યા હતા. રાજ્યમાં ગેરકાયદે રહેતી આ મહિલાઓ ગેરકાયદેસર રીતે કમાણી કરીને પૈસા મોકલી હતી. આ પાંચેય મહિલાઓ હિન્દુ નામ ધારણ કરીને અહીં રહેતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે પાંચેય મહિલાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી.

  • Follow us on: