રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોએ વિવિધ શહેરોમાં આતંક મચાવ્યો છે અને ગુજરાતમાં અશાંતિ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવા તત્વો સામે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની બેઠકને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
તમામ DYSPએ વાર્ષિક રિપોર્ટ કાર્ડ DGPને મોકલવો પડશે
આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમ કે ડીવાયએસપીથી ઉપરના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ આપવું પડશે. તમામ DYSPએ નોકરી પર હાજર થયાની લઈને વાર્ષિક રિપોર્ટ કાર્ડ DGPને મોકલવો પડશે. તેમાં ક્રાઈમ રેટ ઘટ્યો કે વધ્યો એ પણ આપવું પડશે. આ સિવાય તમામ એસપી અને ડીસીપી અને તેનાથી ઉપરના અધિકારીઓએ પણ પોતાનો રિપોર્ટ કાર્ડ આપવાનું રહેશે. આઈપીએસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડ ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રિવ્યુ કરશે.
હથિયારો સાથે ફરતા તત્વો સામે પણ પગલા ભરવા આદેશ
આ સાથે જ ACP, DCP અને ઉપરના અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે. બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે તેના પર પણ ભાર મુકાયો છે. DGPએ 100 કલાકમાં તૈયાર કરાયેલા લિસ્ટ મુજબ પગલા ભરવા આદેશ આપવામાં આવ્યો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ એકશન લેવામાં આવશે. જાહેર માર્ગો કે જાહેર જગ્યા ઉપર ટપોરીઓ કે સામાજિક તત્વો પર તરત જ પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે.
સરહદી જિલ્લાઓમાં બોર્ડર પર સઘન ચેકિંગ કરવા આદેશ
ત્યારે ગૌ હત્યાના કેસમાં ખૂબ જ ગંભીરતાથી પગલાં ભરવા સૂચના અપાઈ છે. હથિયારો અને પ્રતિબંધિત વસ્તુઓ સાથે ફરતા તત્વો સામે પણ પગલાં ભરવાનો આદેશ બેઠકમાં આપવામાં આવ્યો છે. ત્યારે તમામ સરહદી જિલ્લાઓ ઉપરની બોર્ડર પર સઘન ચેકિંગ વ્યવસ્થા કરવા આદેશ અપાયા છે.