હાલમાં નાતાલનું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે બાળકોના મીની વેકેશનમાં યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકા સહિતના દ્વારકા પંથકના તીર્થસ્થળો તેમજ પર્યટન સ્થળોમાં ભાવિકો તથા મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સરકારી નોકરીયાત વર્ગમાં પણ ડિસેમ્બર માસમાં વર્ષ દરમ્યાન વધેલી રજાઓ ભોગવવા યાત્રાધામ દ્વારકા તેમજ આસપાસના પર્યટનસ્થળોમાં આવેલા હોય વેકેશન માણવા દ્વારકા પ્રથમ પસંદગી બની રહ્યું છે.


દ્વારકામાં તમામ હોટલ અને ગેસ્ટહાઉસ મુલાકાતીઓથી હાઉસફૂલ

હાલમાં આગામી પાંચમી નવેમ્બર સુધી લગભગ તમામ હોટલ ગેસ્ટહાઉસ ફૂલ છે, તેમજ દ્વારકા આવતી મોટાભાગની લાંબા અંતરની ટ્રેનો પણ કૂલ અવર-જવર કરી રહી છે. દ્વારકા તથા બેટ દ્વારકા યાત્રાધામોમાં વહેલી સવારે મંગલા આરતીથી રાત્રે શયન દર્શન સુધી યાત્રીકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દ્વારકા યાત્રાધામએ ભારતના પશ્ચિમી છેવાડાનું દેશના પ્રમુખ ચાર તીર્થો પૈકીનું એક તીર્થ, સપ્તપુરીમાંની એક પુરી, આદિ શંકરાચાર્ય સ્થાપિત ચાર મઠ પૈકીના એક મઠ ધરાવતું અલાયદુ યાત્રાધામ હોવાની સાથે સાથે શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ હોય સામાન્યતઃ બારેમાસ યાત્રિકોની ભીડ રહેતી હોય છે.

દ્વારકા દર્શન સર્કિટના શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રૂકમણી મંદિરે સહેલાણીઓની ભીડ

આ સાથે ટુરીઝમના સતત વિકાસને લીધે શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ સહિતના સ્થળોએ ટુરીસ્ટ ફેસેલીટીમાં થયેલા વધારા બાદ સમગ્ર દ્વારકા દર્શન, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, રૂકમણી મંદિરના તીર્થસ્થાનોની સાથોસાથ શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર બીચ સહિતના પર્યટન સ્થળો આવેલા હોય હાલમાં ચાલી રહેલા ક્રિસમસના મીની વેકેશનમાં ગુજરાતીઓ તથા દેશભરમાંથી વ્યાપક સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા હોય પ્રવાસન સ્થળો પણ પર્યટકોથી છલકાતાં જોવા મળી રહ્યા છે.


  • Follow us on: