• લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાતા હાલાકી

  • કલ્યાણપુર ગામના રસ્તાઓ બેટમાં ફેરવાયા
  • કલ્યાણપુર ગામની ચારે તરફ પાણી પાણી

દ્વારકાના કલ્યાણપુર ગામે ધોધમાર વરસાદના કારણે કલ્યાણપુર ગામોમાં નદીઓ વહેતી થઈ છે. કલ્યાણપુર ગામે આઠ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકતા ધસમસતા પાણીના પૂર ગામમાંથી વહેતા થયા છે અને લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ગામના રસ્તાઓ બેટમાં ફેરવાયા

કલ્યાણપુર ગામની ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યુ છે અને ગામમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. કલ્યાણપુર ગામના ઝાપાનો વિસ્તાર તો જાણે કે બેટમાં ફેરવાયો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. ત્યારે કલ્યાણપુર ગામની પણ વિકટ સ્થિતિ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ બારે મેઘ ખાંગા થયો છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ હોય કે ખેતરો તમામ જગ્યાએ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ટંકારીયા ગામની શાળાના ગ્રાઉન્ડમાં તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ધોરાજીમાં ભારે વરસાદને લઈ સફૂરા નદી બે કાંઠે વહેતી થઈ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદે તારાજી સર્જી છે, ધોરાજીમાં ભારે વરસાદને લઈ સફૂરા નદી બે કાંઠે વહેતી થઈ છે. પંચનાથ મહાદેવ મંદિરમાં જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે, સાથે સાથે નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો પણ માહોલ જોવા મળ્યો છે, ખેડૂતોની આશા પર વરસાદ સારો સાબિત થયો છે, ભવિષ્યમાં ખેડૂતોને પાણીને લઈ તકલીફ નહી પડે તેવી આશા સેવાઈ રહી છે.

સુરતમાં ભારે વરસાદથી વેસુ VIP રોડ પર પાણી ભરાયા

ત્યારે સુરત શહેરમાં ફરી એકવખત ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં ભારે વરસાદથી વેસુ VIP રોડ પર પાણી ભરાયા છે. તેમાં ઘૂંટણસમા પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. જેમાં પાણી ભરાતા વાહનચાલકો, વિદ્યાર્થીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે. વેસુ VIP રોડ પર બે દિવસથી પાણી જ પાણી જોવા મળે છે. વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. તેમજ જૂનાગઢનો બાટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. જેમાં ડેમમાંથી હજાર ક્યૂસેક પાણીની જાવક થઈ છે. ત્યારે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. તથા કોડવાવ બાટવા સહિતના ગામ એલર્ટ પર છે. જેમાં સમેગા, એકલેરા ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


  • Follow us on: