• સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી
  • શરદી, ખાંસી, ડેંગ્યું જેવા કેસોમાં વધારો
  • પાણીજન્ય રોગચાળાના કેસો પણ વધ્યા
સુરતના વાતાવરણમાં આવેલા એકાએક ફેરફારના પગલે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે.શરદી,ખાંસી અને ઉધરસ જેવા કેસોમાં નોંધપાત્ર વધારો થતાં શહેરની ખાનગી હોસ્પિટલો,ક્લિનિક સહિત સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.જ્યાં વાયરલ ઇન્ફેક્શનથી બચવા તબીબો દ્વારા દર્દીઓને યોગ્ય કાળજી લેવા અંગેની સલાહ આપી રહ્યા છે.વાયરલ ઇન્ફેક્શનના કેસો વધવા પાછળ વાતાવરણમાં આવેલ ફેરફારને તબીબો મુખ્ય કારણ ગણાવી રહ્યા છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,હાલ સુરતના વાતાવરણ એકાએક ફેરફાર જોવા મળી રહ્યો છે.ક્યાંક ઠંડી તો ક્યાંક ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.જેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોની સંખ્યામાં વધારો થયો છે.ઓક્ટોબરમાં માસની સરખામણીએ નવેમ્બર માસમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોની સંખ્યા વધુ હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે આંકડાઓ આપ્યાં હતાં.

ઓક્ટોબર 2023 માં
  • ડેન્ગ્યુના 240
  • મેલેરિયાના 638
  • હિપેટાઇટીસના 114
  • ટાઈફોડના 83
  • પાયરેકસીયાના 180
  • વાયરલ ફીવરના 103
ગેસ્ટ્રોના 51 કેસ સુરત નવી સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયા છે.તેવી જ રીતે નવેમ્બર 2023માં છેલ્લા 15 દિવસમાં નોંધાયેલા અલગ અલગ કેસો પર નજર કરવામાં આવે તો,

  • ઝાડા-ઉલટીના 23
  • ડેંગ્યુના 98
  • મેલેરિયાના 245
  • ટાઈફોડ 34
  • હિપેટાઇટિસના 50
  • પાયરેકસીયાના 55
વાઇરલ ફિવરના 57 કેસ નોંધાઇ ચુક્યા છે.આમ નવેમ્બર માસની અંદર ડેન્ગ્યુ,મેલેરિયા,વાઇરલ ફીવર સહિતના સૌથી વધુ કેસો નોંધાયા છે.જો કે નવેમ્બર ના ચાલુ માસમાં જોવા જોઈએ તો ક્યાંક મહદ અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે.પરંતુ નવેમ્બરના પંદર દિવસ બાદ એટલે કે એક સપ્તાહ ના કેસો હજી બાકી રહે છે.જે કેસોની સંખ્યા પણ વધી શકે તેમ છે.જો કે ઓક્ટોબર માસમાં સૌથી વધુ કેસ ડેન્ગ્યુ અને મેલેરિયાના નોંધાયા છે. જ્યારે વાયરલ ફેવર ના કેસોની સંખ્યા પણ વધુ જોવા મળી છે. આ માત્ર સુરત નવી સીવિલ હોસ્પિટલના આંકડા સામે આવ્યા છે. પરંતુ સુરતની ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકોમાં પણ વાયરલ ફીવરના કેસોની સંખ્યા વધી રહી હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે. વાતાવરણમાં ફેરફારના કારણે કેસોની સંખ્યામાં વધારો થયો હોવાનું કારણ તબીબો જણાવી રહ્યા છે. જેની સામે યોગ્ય કાળજી લેવી સૌ કોઈ લોકો માટે હિતાવહ છે.

  • Follow us on: