Botad જિલ્લામાં વાહન ખરીદનારાઓ માટે પસંદગીના નંબર મેળવવાની ઉત્તમ તક
Botad જિલ્લામાં વાહન ખરીદનારાઓ માટે પસંદગીના નંબર મેળવવાની ઉત્તમ તક
Gujarat| By Sandesh Team | Published: Nov 18, 2024 08:51 am
સિલ્વર-ગોલ્ડન નંબરો
બોટાદ જિલ્લામાં વાહન ખરીદનારાઓને મોટરીંગ પબ્લીક જોગ અન્વયે જણાવવાનું કે, આગામી તા. 23-11-2024થી નોન ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33M ટૂ વ્હીલર તથા ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટ GJ33T વાહનો માટેની સીરીઝના પસંદગીના સિલ્વર ગોલ્ડન નંબરો ઓનલાઈન ઓક્શનથી ફાળવવામાં આવશે.
વાહન ખરીદીને 30 દિવસ થવા જોઈએ
જેમનું વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેમણે ઓનલાઈન રજીસ્ટર એપ્લિકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તથા વાહન ખરીદ્યાને દિવસ-૭ (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લીકેશન parivahan.gov.in વેબસાઈટ પર આ મુજબની કાર્યવાહી રહેશે.
તા. 23-11-2024થી 25-11-2024 સુધી બપોરના 4:00 સુધી અરજી કરવાની રહેશે.25-11-24થી 27-11-2024 રોજ બપોરના 16:00 કલાક સુધી બિડિંગ રહેશે.અરજદારોના ઈ-ફોર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહશે. જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે.
આરટીઓ પાસે તમામ સત્તા
ઉપર્યુક્ત હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે. વધુ માહિતી માટે પર માહિતી મળશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.