બોટાદ જિલ્લાનાં વાહન ખરીદનારોને મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે, આગામી તા. ૧૫/૦૫/૨૦૨૫થી નોન ટ્રાન્સપોર્ટ ટુ વ્હીલર GJ33M, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33T સીરીઝના પસંદગી સિલ્વર ગોલ્ડન પસંદગી નંબરોનું ઓનલાઈન એપ્લીકેશન ઈ-ઓક્શનથી ફાળવવામાં આવશે.


વાહન ખરીદીને 30 દિવસ થવા જોઈએ

જેથી જેમનું વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયાં હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શન માં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકને લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તથા વાહન ખરીદ્યાને દિવસ-૭ (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લકેશન parivahan.gov.in વેબસાઈટ પર આ મુજબની કાર્યવાહી રહેશે.

બપોરના 4 વાગ્યા સુધી અરજી કરવાની

તા. ૧૫-૦૫-૨૦૨૫ થી ૧૭-૦૫-૨૦૨૫ બપોરે ૧૬:૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. તા. ૧૭-૦૫-૨૦૨૫ થી તા. ૧૯-૦૫-૨૦૨૫ના રોજ બપોરે ૧૬:૦૦ કલાક સુધી બીડીંગ રહેશે. જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહેશે. જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે. જેની નોંધ લેવી.આ હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે તેમ એ.આર.ટી.ઓ., બોટાદ દ્વારા જણાવવામાં આવે છે. વધુ માહિતી (E-procedure) પર દર્શાવવામાં આવી છે.

  • Follow us on: