અમરેલી જિલ્લામાં 37,000 હેક્ટર જમીનમાં ડુંગળી, બાજરી, બાગાયતી પાકમાં કેરી અને જુવાર જેવા પાકનું વાવેતર કરાયું છે, જેમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા સાથે પડી રહેલા આ કમોસમી વરસાદ ખેડૂત માટે કહેર બની ગયો છે અને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.


કેરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો

તબક્કાવાર વાત કરીએ તો 500 હેક્ટર જમીનમાં ડુંગળીના પાકનું વાવેતર કરાયું છે. ખાસ કરીને સફેદ ડુંગળીનું વાવેતર વધુ પ્રમાણમાં થયું છે, જેમાં 100 હેક્ટર જમીનમાંથી આ સફેદ ડુંગળીના પાકને બચાવી લેવામાં ખેડૂતો સફળ થયા છે. પરંતુ 400 હેક્ટર જમીનમાં તૈયાર થઈ ગયેલા સફેદ ડુંગળીના પાકને ખેડૂતો બચાવી શક્યા નહીં. કારણ કે ક્યાંકને ક્યાંક ખેડૂતોને સમય ઓછો પડ્યો અને કેરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો, ત્યારબાદ અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં કેસર કેરીનું ઉત્પાદન સારું એવું થાય છે. આશરે 10,000 હેક્ટરમાં બાગાયતી પાક કેસર કેરી છે, આ સુંદર મજાની જોતા મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થાય એવી રસદાર ગળી અને મીઠી મધ કેસર કેરી આંબા ઉપર લટકતી જોઈ સૌ કોઈ લલચાઈ જાય છે.

201 હેક્ટરમાં બાજરીનો પાક વાવેતર

પરંતુ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ આ કેરીનો પાક 80 ટકા જેટલો નિષ્ફળ બનાવ્યો છે, મોટાભાગના આંબાઓમાંથી કેરીઓ નીચે પડી ગઈ છે અને કેટલાક ખેતરોમાં આંબાના વૃક્ષ પણ ઢળી પડ્યા છે, ખેડૂતો મજૂરો દ્વારા અને પોતાના ભાગીદારો દ્વારા આ ખરી ગયેલી કેરીને એકઠી કરવાનું કામ કરી રહ્યા છે, જે કેરી પાકતી નથી અને નિષ્ફળ ખાવા લાયક ન ગણાય એટલે તેને ફેંકી દેવાનો જ વારો આવે છે, આ કેરીના પાકમાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેમ કહીએ તો ખોટું નથી, ત્યારબાદ 201 હેક્ટરમાં બાજરીનો પાક વાવેતર કર્યુ છે, જે વાવાઝોડાના કારણે અને ઉપર આવેલા બાજરીના પાકના વજનથી તે ઢળી ગયા છે અને પલળી ગયેલો બાજરીનો દાણો ડુડામાં જ ઉગી જાય છે. સવારે માત્ર પશુઓ માટે ઘાસચારાના ઉપયોગમાં આવે છે અને તેમાં પણ લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે, ત્યારે આ ભર ઉનાળે વાવાઝોડા સાથે વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો હવે નારાજ અને નિરાશ થયા છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા આ નિષ્ફળ થયેલા પાકનું સર્વે કરી અને સમગ્ર અમરેલી જિલ્લો નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોને તેનું વળતર મળે તેવું અમરેલી જિલ્લાના ખેડૂત અગ્રણીઓ માગણી કરી રહ્યા છે.


  • Follow us on: