• શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું
  • આસપાસના જિલ્લાઓમાંથી ફાયરની ટીમ બોલાવી પડી
  • રાયડો હોવાથી આગ ભીષણ રીતે ફેલાય

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નવા માર્કેટયાર્ડમાં આવેલી પેઢીઓમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં માર્કેટયાર્ડના G બ્લોકમાં આવેલી 7 જેટલી પેઢીઓમાં આગ ભભુકતા પેઢીઓમાં પડેલ રાયડો, એરંડા સહિતના અનેક પાકોને નુકસાન થયું હતું. આ મામલે ગૃહરાજ્યમંત્રી તાત્કાલિક પાલનપુર આગની માહિતી મેળવી ગૃહમાં નિવેદન આપ્યું હતું.

ભીષણ આગના પગલે મેજર કોલ આપ્યો

આ અંગેની માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા નવા માર્કેટયાર્ડમાં અનેક વેપારીઓની પેઢીઓ આવેલી છે. જેમાં જિલ્લાના આસપાસના અનેક વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલા પાકોની જણસી આ માર્કેટયાર્ડમાં વેચવા આવતા હોય છે. આ દરમિયાન માર્કેટયાર્ડના G બ્લોકમાં એક પેઢીમાં આગ લાગી હતી. આઆગ એટલી પ્રસરી કે આસપાસની 7 જેટલી પેઢીઓને બાનમાં લીધી હતી.


જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં માત્ર પાલનપુર જ નહીં પરંતુ પાલનપુર, પાટણ સહિતના આસપાસના અનેક વિસ્તારોના ફાયર ફાઇટરઓ આગ પર કાબુ મેળવવા પાલનપુર પહોંચ્યા હતા. જો કે ત્યાર બાદ પણ આગ પર કાબુ ન મેળવી શકાયો. આખરે બનાસ ડેરીના ટેન્કરોને પણ આગ બુઝવવા લગાવવાનો વારો આવ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી વિધાનસભા જવાબ આપ્યો

આ અંગે ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં માહિતી આપતાં જણાવ્યું કે, આજે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેમાં રાયડો હોવાથી આગ ભીષણ રીતે ફેલાય હતી. આ માટે સ્થાનિક ફાયર ફાયટરે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો. જોકે સમગ્ર દુર્ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી પરંતુ કરોડોનું નુકસાન થયું છે.


જો કે ઘટનાને પગલે જિલ્લા કલેકટર, જિલ્લા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગ લાગ્યાને થોડા જ સમયમાં આગનો મુદ્દો વિધાનસભાં ગૃહમાં પણ પહોંચતા સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકર પણ વિધાનસભા સત્ર છોડી પાલનપુર દોડી આવ્યા હતા. તેમજ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ તો મેળવી શકાયો હતો. જેની સાથે જ આગ પર કાબુ મળે તે સુધીમાં માર્કેટયાર્ડની પેઢીઓમાં રહેલો કરોડો રૂપિયાનો માલ બળી ગયો હતો. 

  • Follow us on: