આણંદની સામરખા ચોકડી પાસે ગેરેજમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. ગેરેજમાં વેલ્ડીંગ કામ દરમિયાન અચાનક આગ લાગતા 2 લક્ઝરી બસ, 1 કાર, 1 બાઇક બળીને ખાખ થઇ છે.
મળતી માહિતી મુજબ, આણંદમાં સામરખા ચોકડી પાસે ગેરેજમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં બે લક્ઝરી બસ અને એક કાર આગમાં બળીને ખાખ થઇ છે. વેલ્ડીંગ કામ દરમિયાન અચાનક આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. આગની ઘટનામાં લક્ઝરી બસને વેલ્ડીંગ કરતા સમયે સ્પાર્ક થતા આગ ભભુકી ઉઠી હતી. આ બુજાવવા અનેક પ્રાયાસો કરવા છતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.













